Sunday, November 28, 2021
Homeમોદી અને મમતાની લડાઈમાં IPS ઓફિસર ભરાશે, ગવર્નરે મોકલ્યો ગૃહમંત્રાલયને ગુપ્ત રિપોર્ટ
Array

મોદી અને મમતાની લડાઈમાં IPS ઓફિસર ભરાશે, ગવર્નરે મોકલ્યો ગૃહમંત્રાલયને ગુપ્ત રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ અને મમતા સરકારના નવા વિવાદને લઇને રાજ્યના રાજ્યપાલ ગવર્નર કેસરીનાથ ત્રિપાઠીએ એક ગુપ્ત રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય સીબીઆઇના કામમાં અડચણ નાખવાના આરોપમાં ત્યાં રહેલા આઇપીએસ અધિકારીઓ પર કાર્યવાહી કરી શકે છે. બીજી તરફ મમતા બેનર્જીના ધરણા પર લાંબા ચાલી શકે છે.. તેવામાં મમતા બેનર્જીના ધરણા સ્થળેથી જ સરકારનું કામકાજ સંભાળશે.. આ પહેલા ગૃહપ્રધાન રાજનાથસિંહે ગવર્નર કેસરીનાથ ત્રિપાઠીને સીબીઆઇના અધિકારીઓની સાથે ધક્કા-મુક્કી કરવા અને અટકાયતમાં લેવાના મામલે ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવા જણાવ્યું હતુ. ત્યારબાદ ગવર્નરે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને તલબ કરીને આ મામલે તુરંત એકશન લઇને વિવાદ ખતમ કરવા કહ્યું હતુ. સમગ્ર મામલે ભાજપ અને વિરોધી પાર્ટીઓ આમને સામને આવી ગઇ છે.

ચિટફંડ કૌભાંડના આરોપીઓને રાજકીય શરણ આપવામાં આવી રહ્યું છે

પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ દ્વારા કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછનો મામલાએ મોટા વિવાદનું સ્વરૂપ લઇ લીધું છે. સંસદમાં સરકાર અને વિપક્ષે આ મામલે ભારે હોબાળો મચાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે રવિવારે કોલકાતામાં સીબીઆઇના અધિકારીઓને તેમની ફરજ બજાવતા રોકવામાં આવ્યાં. આ પ્રકારની ઘટના દેશમાં પહેલી વખત બની છે. રાજનાથ સિંહે આરોપ મૂક્યો કે ચિટફંડ કૌભાંડના આરોપીઓને રાજકીય શરણ આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે હંમેશા રાજ્યોના અધિકારોનું સન્માન જાળવ્યું છે

ગૃહમંત્રીએ કહ્યું કે સીબીઆઇ આ મામલે તપાસ કરી રહી છે અને એ જ કારણે સીબીઆઇએ કમિશનરના ઘરે જવું પડ્યું. આ કૌભાંડમાં અનેક નામચીન અને રાજકીય લોકોની સંડોવણી હોવાનું માલુમ પડ્યું છે. તેમણે કહ્યું કે દેશની કાનૂની એજન્સીઓ વચ્ચે આવો ટકરાવ દેશના લોકતાંત્રિક અને રાજકીય માળખા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે એજન્સીઓને કામ કરતા રોકવામાં આવી તો અવ્યવસ્થા ઊભી થશે. કેન્દ્ર સરકારે હંમેશા રાજ્યોના અધિકારોનું સન્માન જાળવ્યું છે, પોલીસ રાજ્યોનો વિષય છે અને રાજ્યોએ પણ કેન્દ્રની એજન્સીઓનું સન્માન કરવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments