મોદી અને રાહુલ ગાંધી બંનેને આપ્યો આ પાર્ટીએ ઝટકો, કહી દીધું ટાટા-બાય-બાય

0
38

એવી અટકળો હતી કે ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ મહાગઠબંધનનો ભાગ બનશે તે કવાયતને નવીન પટનાયકે ઝડકો આપ્યો છે. ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી મહાગઠબંધનનો ભાગ નહીં હોય. પાર્ટી પહેલાની જેમ જ કોંગ્રસ અને ભાજપ બંનેથી બરાબર અંતર જાળવી રાખશે. મહાગઠબંધનમાં શામિલ થવા પર તેમની પાર્ટીનું શું વલણ છે. તે જાણવા મીડિયાએ કરેલા સવાલમાં પટનાયકે કહ્યું કે અમને થોડો સમય લાગશે અને આ અંગે અમે વિચાર કરીશું. મહત્વનું છે તે ભાજપે ઓડિશામાં પોતાનો આધાર વધારવાના પ્રયાસો તેજ કર્યા છે. ઓડિશામાં 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે 21 બેઠકોમાંથી માત્ર એક જ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે બીજેડીએ 20 બેઠકો જીતી હતી. પરંતુ 2017માં પંચાયતોની ચૂંટણીમાં ભારે જીત મેળવ્યા બાદ ભાજપ સત્તા પલટવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here