Saturday, September 25, 2021
Homeમોદી આખી દુનિયામાં ફર્યા, પરંતુ 5 વર્ષ સુધી તેમને તેમના લોકસભા વિસ્તારમાં...
Array

મોદી આખી દુનિયામાં ફર્યા, પરંતુ 5 વર્ષ સુધી તેમને તેમના લોકસભા વિસ્તારમાં આવવાનો ટાઈમ ન મળ્યો

અયોધ્યા: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો રોડ શો શરૂ થઈ ગયો છે. તેઓ ફૈઝાબાદથી કુમારગંજથી અયોધ્યાના હનુમાનગઢી સુધી 47 કિલોમીટરનો રોડ શો કરી રહી છે. આ દરમિયાન પ્રિયંકાએ જનસભા દરમિયાન વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, મોદી અમેરિકા-ચીન સહિત સમગ્ર દુનિયામાં ફર્યા પરંતુ તેમને તેમના લોકસભા વિસ્તાર વારાણસીમાં આવવાનો હજુ સમય નથી મળ્યો.

પ્રિયંકા ભાજપના ગઢમાં સાડા પાંચ કલાક રહેશેઃ અયોધ્યા ભાજપની સત્તાનું કેન્દ્ર છે. એવામાં તેઓ અહીં સાડા પાંચ કલાક રહેશે. રોડ શોની કમાન કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ અધ્યક્ષ નિર્મલ ખત્રી સંભાળી રહ્યા છે. પ્રિયંકા રામલલા તો નહીં જાય, પરંતુ હનુમાનગઢીમાં પૂજા-અર્ચના કરશે. ઘણા સંતોએ પ્રિયંકાના અયોધ્યાના પ્રવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. સંતોના કહ્યા પ્રમાણે જો પ્રિયંકા હનુમાનગઢી આવે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે જો તેમની સરકાર બનશે તો રામમંદિર બનશે.

ગંગા યાત્રા બાદ હવે રામનગરીમાં પ્રિયંકાઃ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 18 માર્ચને પ્રયાગરાજના મનૈયા ઘાટ ખાતેથી ગંગા યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે સોફ્ટ હિન્દુત્વ દ્વારા ભાજપને ઘેર્યુ હતુ. તેમણે સંગમ પર હનુમાનની પૂજા -અર્ચના કરી સાથે જ અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. ગાંધી-નેહરુ પરિવારમાંથી રાહુલ ગાંધીએ 2016માં અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો અને હવે પ્રિયંકાનો પ્રવાસે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments