મોદી આજે વારાણસી જશે, 150 દેશોનાં 5 હજાર પ્રવાસીઓને નવા ભારતમાં તેમની ભૂમિકા વિશે જણાવશે

0
30

વારાણસીઃ વડાપ્રધાન મોદી મંગળવારે બનારસમાં મોરેશિયસના પોતાના સમકક્ષ પ્રવિદ જગન્નાથની સાથે 15માં પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. તેઓ 150થી વધુ દેશોના 5 હજાર પ્રવાસી ભારીતયોના નવા ભારતના નિર્માણમાં તેમનો સહયોગ અને ભૂમિકા જણાવશે. મોદી, જગન્નાથની સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે. કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અભિનેત્રી હેમા માલિની નૃત્યનાટિક રજૂ કરશે. મોરેશિયસની લેખિકા રેશમી રામધોનીના પુસ્તક ‘પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને નાગરિકતા’નું વિમોચન પણ કરાશે. આ વર્ષે પ્રવાસી સંમેલનનો વિષય ‘નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા’ છે.

કાર્યક્રમમાં પ્રવિંદ જગન્નાથ મુખ્ય અતિથિ છે. આ ઉપરાંત નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી વિશેષ અતિથિ અને ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સિંહ બખ્શી ગેસ્ટ ઓફ ઓનર હશે.
અટલજીએ શરૂ કર્યો હતો પ્રવાસી ભારતીય દિવસ

આ પહેલાં સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ત્રણ દિવસીય (21થી 23 જાન્યુઆરી સુધી) પ્રવાસી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન યોગીએ કહ્યું હતું કે- આ આયોજન 2003માં અટલજીએ શરૂ કર્યું હતું. હવે આ સમગ્ર ભારતને એક સાથે જોડવાની તક આપશે.

કુંભનો લાભ મળે તે માટે આ વખતે તારીખોમાં ફેરફાર

પ્રવાસી ભારતીય સંમેલન દર બે વર્ષે થાય છે. પહેલો કાર્યક્રમ 9 જાન્યુઆરીએ યોજાયો હતો. આ દિવસે 1915નાં રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં હતા. એટલે સરકારે 9 જાન્યુઆરીએ પ્રવાસી દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

પ્રવાસી સંમેલન ભારતીયોની પોતાના મૂળથી ફરી જોડવા માટે મંચ પ્રદાન કરે છે. એવું પહેલી વખત છે કે સરકારે આ સંમેલનની તારીખોમાં બદલાવ કર્યો છે. તેનો હેતુ અહીં આવનારી પ્રવાસીઓને કુંભ મેળામાં લઈ જઈને ભવ્યતાથી તેનો પરિચય કરાવવાનો છે. સરકારે તેના માટે વ્યવસ્થા પણ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here