Sunday, November 28, 2021
Homeમોદી ત્વરિત નિર્ણય લેનારા નેતાનાં રૂપે ઉભર્યાં, પાકની સામે રણનીતિ નક્કી કરવાનો...
Array

મોદી ત્વરિત નિર્ણય લેનારા નેતાનાં રૂપે ઉભર્યાં, પાકની સામે રણનીતિ નક્કી કરવાનો પડકાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાનખાને ગુરુવારે ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જેને ભારતની કુટનીતિની જીત ગણવામાં આવી રહી છે. જેની પર વર્લ્ડ મીડિયાએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે. જેમાં કહેવામા આવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને તરત નિર્ણય લેનારા નેતાના રૂપે રજૂ કર્યાં છે. બીજી તરફ પાકિસ્તાન સામે રણનીતિ તૈયાર કરવાનો પડકાર આપ્યો છે. ભારતે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 3.30 કલાકે પાકિસ્તાની સીમામાં ઘૂસીને આંતકી કેમ્પોને તબાહ કર્યા હતા.

ન્યૂયોર્ક ટાઈમ્સ (અમેરિકા)
કેટલાંક પર્યવેક્ષકોનું કહેવું છે કે મોટા ભાગની ભારતીય વસ્તી ખાસ કરીને મોદીની રૂઢિવાદી હિંદુ રાજનીતિક આધારને ઈમરાન ખાનના બીજા પ્રસ્તાવને સ્વીકાર ન કરે તેવી ઈચ્છા હતી. ઈમરાનના આ પ્રસ્તાવનો હેતુ હતો કે મોદીને તણાવ ઘટાડવા માટે વાતચીત માટે રાજી કરવામાં આવે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશંસના સીનિયર ફેલો એલિસા આયર્સના જણાવ્યા મુજબ, “ગત કેટલાંક દશકાઓથી પાકિસ્તાનની સાથે થાકી નાંખે તેવી પ્રક્રિયા ચાલતી હતી. પાકિસ્તાનના આતંકી જૂથો પર કાર્યવાહી ન કરવાથી ભારત થાકી ગયું હોય તેવું લાગતું હતું. ભારતીયોને લાગતું હતું કે વાતચીત માટે પાકિસ્તાન યોગ્ય નથી.”
મોટી સંખ્યામાં લોકો માને છે કે પાકિસ્તાનની સ્થિતિ હાલ મોટી જંગ માટે તૈયાર નથી. તેમની અર્થવ્યવસ્થા બેહાલ છે. ચીન સહિત અનેક દેશ હવે પાકિસ્તાન પર આતંકી જૂથો પર કાર્યવાહીનું દબાણ બનાવી રહ્યાં છે.
સીએનએન (અમેરિકા)
જ્યારે બે મોટાં દેશો વચ્ચે જંગ થાય છે લોકોને પરિણામ ભોગવવાની શક્યતાઓ વધુ હોય છે. આ વાત પાકિસ્તાનમાં હાલમાં સત્તા પર આવેલાં ઈમરાન ખાન અને ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટીની આગેવાની કરનાર મોદી અનુભવી રહ્યાં છે. ભારતમાં ટૂંક સમયમાં જ ચૂંટણી થવાની છે. હાલનો ટકરાવથી બચવા માટે બંને વડાપ્રધાને પોતાના રાજનીતિક ભવિષ્ય માટે ઐતિહાસિક પ્રતિદ્વંદ્વતા અને અવિશ્વાસની ખેંચતાણનો સામનો કરવો પડશે. ઈમરાન ક્રિકેટર છે. તે રૂઢિવાદી મુસ્લિમો વચ્ચે નવા પાકિસ્તાનના લોકલુભાવન નારા સાથે સત્તામાં આવ્યાં છે. તેના કારણે ભારત પર દબાણ રહેશે.
વોશિંગ્ટન પોસ્ટ (અમેરિકા)
એટમી તાકાતવાળા ભારત અને પાકિસ્તાન વચ્ચે દશકાઓથી સૈન્ય અથડામણો ચાલી રહી છે. જો કે પાકિસ્તાન હવે જંગના ખતરાન ટાળી રહ્યું છે. ગુરુવારે પાકિસ્તાન સંસદમાં ઈમરાન કાને અમનના પૈગામ અંતર્ગત ભારતીય પાયલટને છોડવાની જાહેરાત કરી. તેનાથી ઉપમહાદ્વિપમાં તણાવ તો ઘટશે પરંતુ એવી પણ સંભાવના છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધની તરફ વધી શકે છે. હાલમાં બંને દેશો વચ્ચે લગભગ 50 વર્ષ પછી હવાઈ હુમલાઓ થયાં. દુનિયાના નેતાઓએ બંને દેશોને તેને રોકવા માટે કહ્યું.
મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં રાજકીય વૈજ્ઞાનિક અને પરમાણુ રણનીતિકાર વિપિન નારંગનું કહેવું છે કે 26 ફેબ્રુઆરીએ ભારત તરફથી થયેલો  હવાઈ હુમલો 1971 પછીથી સૌથી જોરદાર કાર્યવાહી હતી. મોદીએ પોતાને અચાનક નિર્ણય લેનારા નેતાઓ તરીકે રજૂ કર્યાં, તો પાકિસ્તાનને તે ખ્યાલ ન હતો કે તેઓ ક્યાં હુમલો કરી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments