Tuesday, September 21, 2021
Homeમોદી ની પ્રિન્ટવાળી સાડી તૈયાર કરવાનું સુરત ના વેપારી ને ભારે પડ્યું,
Array

મોદી ની પ્રિન્ટવાળી સાડી તૈયાર કરવાનું સુરત ના વેપારી ને ભારે પડ્યું,

સુરત: દેશભરમાં લોકસભાની ચૂંટણીના જામેલા માહોલ દરમિયાન સુરતમાં ચૂંટણી પ્રચાર માટે ઉત્પાદિત થતી સાડીઓ, ઝંડા, ટોપીનું કામ ટેક્સટાઇલ માર્કેટમાં ચાલી રહ્યું છે. ત્યારે શહેરના એક ઉત્પાદકે વડાપ્રધાન મોદીના પ્રિન્ટવાળી બનાવેલી સાડી સામે આપત્તિ વ્યક્ત કરતાં દિલ્હીના એક વકીલે રૂ.1 કરોડનો દાવો માંડ્યો છે.

દિલ્હીના વકીલે રૂ.1 કરોડનો દાવો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકાર પર માંડ્યો છે. ત્યારે બીજી તરફ ડિંડોલીમાં મોબાઇલ લે-વેચના કામકાજ સાથે સંકળાયેલા વિશાલ પટેલ નામના વ્યક્તિએ વડાપ્રધાનના નવા સુરત મે ભી ચોકીદારને મોબાઇલના કવર પર ડિઝાઇન કરી ઓનલાઇન તથા રીટેઇલમાં વેચાણ શરૂ કરી દીધું છે. સાથે જ 200થી વધુ કવરનું વેચાણ પણ કરી ચૂક્યો છે. બીજી તરફ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના વેપારી રતન કેડિયાએ વડાપ્રધાન મોદીના ફોટાવાળા ડ્રેસ મટીરિયલ્સ અને ઘાઘરા તૈયાર કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments