Thursday, October 21, 2021
Homeમોદી પહેલા રાહુલ ગાંધીની ફિલ્મનું ટીઝર આવી ગયું, અમિત શાહને જોઈ હસવું...
Array

મોદી પહેલા રાહુલ ગાંધીની ફિલ્મનું ટીઝર આવી ગયું, અમિત શાહને જોઈ હસવું રોકી નહીં શકો

2019ની લોકસભા ચૂંટણી પહેલા પોલિટિકલ ફિલ્મો તોફાનની જેમ આવી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર બનેલી ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર બાદ નરેન્દ્ર મોદીની વિવેક ઓબરોય અભિનીત ફિલ્મનું હાલ કચ્છમાં શૂટિંગ ઉતરી રહ્યું છે. અને હવે એ જ લિસ્ટમાં રાહુલ ગાંધીનું નામ જોડાઈ ચૂક્યું છે. મોદીની ફિલ્મનું શૂટિંગ હજુ કચ્છમાં શરૂ થયું છે ત્યાં રાહુલ ગાંધી પર બનેલી ફિલ્મનું ટીઝર સામે આવી ગયું છે. ફિલ્મનું નામ છે માય નેમ ઈઝ રાગા છે. 4 મિનિટથી પણ લાંબું ટીઝર છે. ટીઝરમાં જ આખી ફિલ્મ બતાવી દીધી છે.

ફિલ્મમાં રાહુલ ગાંધીના બાળપણથી લઈને છેલ્લ સુધીની સફર બતાવવામાં આવી છે. પણ ફિલ્મમાં બતાવવામાં આવેલી તમામ વસ્તુઓ કેટલી ઓર્થેન્ટિક છે. એ વિશે કંઈ કહી શકવું મુશ્કેલ છે. ફિલ્મનાં પહેલા વીડિયોમાં રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધીની મોત પર પરેશાન દેખાઈ રહ્યા છે. પણ પિતા રાજીવ ગાંધી બાદ તેઓ કેવી રીતે આગળ વધ્યા ? જે ટીઝરમાં જોવા નથી મળ્યું. આ ફિલ્મ વિશે બે વાતો હોઈ શકે કે ફિલ્મને પબ્લિક ડોમેનના આધાર પર બનાવવામાં આવી હોય. બીજુ કે ફિલ્મના મેકર્સ રાહુલ ગાંધીની ખૂબ જ નજીક હોય. આ એટલા માટે કહી રહ્યા છીએ કે ફિલ્મમાં રાહુલ ગાંધીની ગર્લફ્રેન્ડ પણ બતાવવામાં આવી છે. બેઝિકલી ફિલ્મ બરાબર નથી લાગી રહી.

ટેકનિકલી ફિલ્મ ખૂબ જ નબળી દેખાઈ રહી છે. પહેલી વાત કે ફિલ્મ યોગ્ય રીતે ડબ નથી કરવામાં આવી. ફિલ્મમાં ગાંધી પરિવાર સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ નજર આવી રહ્યા છે. જે રિયલ કરતા બનાવટી વધારે લાગે છે. રાહુલ ગાંધીનું કેરેક્ટર પ્લે કરી રહેલા કલાકારમાં સહજતા ચોખ્ખી જોવા મળે છે. બીજા કલાકારો એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાંથી લેવામાં આવ્યા છે. જે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ.

ફિલ્મને રૂપેશ પોલે બનાવી છે. રૂપેશ આ પહેલા સિક્રેટ ડાયરી ઓફ મોનાલિસા, સેંટ ડ્રેકુલા 3D અને કામસૂત્ર 3D જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. આવનારા દિવસોમાં તેમની 2014માં ગાયબ થયેલા મલેશિયન એરલાઈન્સ ફ્લાઈટ 370 પર બનેલી ફિલ્મ ધ વેનિશિંગ એક્ટ પણ રિલીઝ થશે. પણ હાલ તો રાહુલ ગાંધીની ફિલ્મનું ટીઝર તમે નીચે જોઈ શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments