Sunday, November 28, 2021
Homeમોદી પ્રેમને કારણે ગુજરાતીને પરણી, હવે પતિ પર મુક્યો શારીરિક-માનસિક ત્રાસનો આરોપ
Array

મોદી પ્રેમને કારણે ગુજરાતીને પરણી, હવે પતિ પર મુક્યો શારીરિક-માનસિક ત્રાસનો આરોપ

અમદાવાદઃ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક કપલે ‘નમો અગેઈન’ લખેલું ટીશર્ટ પહેરી ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ આ તસવીર વાઇરલ થઈ હતી. પીએમ મોદીના ફેન હોવાને કારણે પ્રેમમાં પડી લગ્ન કરનારા આ કપલનું લગ્નજીવન એક મહિનામાં જ ભાંગી પડ્યું છે. થોડા દિવસ પહેલાં જામનગરના રહેવાસી અને મોદી સપોર્ટર જય દવેએ પત્ની અલ્પિકાના ફોટો સાથે ટ્વિટ કર્યું હતું કે, નરેન્દ્ર મોદીજી અમે તમારા કારણે લગ્ન કર્યાં. પરંતુ હવે યુવતીએ પતિ જય અને સાસરિયાઓ પર આત્મહત્યા કરી લે ત્યાં સુધી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે,31 ડિસેમ્બરના રોજ બન્નેએ લગ્ન કર્યા હતાં.

હું બાથરૂમમાં હોઉં તો પણ કહેવું પડતું કે હું શું કરી રહી છું: યુવતીનું ટ્વિટ

મોદી સપોર્ટર હોવાથી લગ્ન કરવાનો નિર્ણય લીધો

જયે ટ્વિટ કર્યું હતું કે,‘મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા સમર્થનમાં કોમેન્ટ કરી હતી, જેને રાહુલ ગાંધીના સંસદીય વિસ્તાર (અમેઠી) એક યુવતીએ લાઈક કરી હતી. ત્યારબાદ અમે એકબીજા સાથે વાતચીત કરી અને મળ્યા. ત્યારબાદ અમને જાણ થઈ કે અમે બંને તમને સપોર્ટ કરીએ છીએ, કારણ કે અમે ભારત માટે જીવવા માંગીએ છે. તેથી અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.’ જયનું આ ટ્વિટ થોડીજ વારમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

યુવતીએ લખ્યું હવે આ સ્ટોરીનો બીજો ભાગ હું જણાવું

પરંતુ હવે જય અને અલ્પિકાના લગ્ન જીવનમાં નવો વળાંક આવ્યો છે. જય સાથે લગ્ન કરનારી અલ્પિકા પાંડેએ ટ્વિટ કરી પોતાના લગ્ન જીવન અંગેની બીજી લોકો સમક્ષ મુકી છે. તેણી ટ્વિટ કરી લખ્યું છે, ‘આ વાર્તાનો હવે આગળનો ભાગ બી હું તમને જણાવું છું. હું જ એ યુવતી છું.’

https://twitter.com/AlpikaPandey/status/1091644584495480833

ભાજપમાં ઈમેજ બનાવવા મારા ફોટોનો ઉપયોગ કર્યો

અલ્પિકાએ આગળ લખ્યું છે, ‘મારી ઉંમર 18 વર્ષની છે અને તેની 29 વર્ષ છે . જોકે, પણ તેના ચહેરાથી એવું લાગતું નથી. સૌપ્રથમ તો તેણે પોતાની પબ્લિસિટી માટે મારો ફોટો મારી જાણકારી વિના જ ઉપયોગમાં લીધો. તેણે સોશિયલ મીડિયા અને ભાજપમાં પોતાની ઈમેજ ચમકાવવા માટે આમ કર્યું હતું.

https://twitter.com/AlpikaPandey/status/1091644588555624453

આત્મહત્યા કરી લઉં ત્યાં સુધી ટોર્ચર કરી

અલ્પિકાએ વધુ આક્ષેપો કરતાં લખ્યું છે કે તેણે મને આત્મહત્યા કરી લઉં ત્યાં સુધી શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરી છે. જેમાં તેને તેના પરિવારનો પણ સાથ હતો. કોઈ મારી સાથે બહાર ન આવે ત્યાં સુધી તે મને ઘરમાંથી બહાર નીકળવા દેતો નહોતો. મારી તેના પ્રત્યેની વફાદારી પર એટલી હદે શંકા હતી કે, હું બાથરૂમમાં હોઉં તો પણ કહેવું પડતું કે હું શું કરી રહી છું. હું ફોન પર શું કરૂં છું એ પણ બતાવવું પડતું હતું. મને શંકા છે કે મારા પ્રત્યે તેની લાગણી સાચી હતી પણ ખરી કે નહીં, મોદી ભક્તિના નામે મોદી ભક્તો શું આવું કરે છે ?’

https://twitter.com/AlpikaPandey/status/1091644590598148096

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments