મોદી મહાન : વડાપ્રધાનપદ માટે હું નાનોઃ શાહની મોટપ !

0
11

દિલ્હી : સત્તામાં શાણપણ અને મોટપમાં વિનયના ગુણ જાળવવા ઘણા અઘરા થઈ પડે છે. દેશનાં રાજકીય ક્ષેત્રે સુપર પાવર મનાતા અને કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાવ ધરાવતા ગૃહમંત્રી અમિત શાહ મોટપમાં નરમાશ અને પોતાની કાર્યદક્ષતામાં જરાપણ આત્મવિશ્ર્‌વાસનાં અતિરેકનો વજન વધવા દેતા નથી અને ભાજપનાં અધ્યક્ષ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભવિષ્યમાં વડાપ્રધાન બનવાને લઈને એક પ્રશ્ર્‌નનાં જવાબમાં કહ્યું હતું કે, વડાપ્રધાનપદ માટે હું ઘણો નાનો છું. મારા પક્ષમાં મારાથી મોટા કેટલાય નેતા છે. અત્યારે આખો પક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સફળ બનાવવા માટે જોડાયેલા છે.

દિલ્હી અને ઝારખંડની ચુંટણીને લઈને અમિત શાહ પુરી રીતે આશાવંત જોવા મળ્યા હતા. ભાજપનાં વિજય માટે તેમણે કહ્યું હતું કે, અમારી પાસે તમામ કેપ્ટનનાં કેપ્ટન મોદી છે. દિલ્હી અને પશ્રિ્‌ચમ બંગાળમાં પ્રચંડ બહુમતીથી ભાજપની સરકાર બનશે જોકે આ બંને રાજયોમાં હજુ મુખ્યમંત્રી તરીકે કોઈની
પસંદગી થઈ નથી પણ પક્ષ પોતાના રાષ્ટ્રવાદી એજન્ડા પર જ ચુંટણી લડશે.

વડાપ્રધાનપદને લઈને અમિત શાહે
સવિનયપૂર્વક પોતે આ પદ માટે હજુ ઘણા નાના છે અને પક્ષમાં તેમનાથી મોટા મોજુદ છે તેમ જણાવીને શાહે પોતાની વિનમ્રતા દાખવીને પોતાની જવાબદારી નરેન્દ્રભાઈ મોદી અને પક્ષને મજબુત કરવાની હોવાનું ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here