Tuesday, October 26, 2021
Homeમોદી વાજપેયી નથી : આ કદાવર નેતાએ કહ્યું ભાજપ સાથે ગઠબંધન આજે...
Array

મોદી વાજપેયી નથી : આ કદાવર નેતાએ કહ્યું ભાજપ સાથે ગઠબંધન આજે ય નહીં અને ક્યારે ય નહી

  • CN24NEWS-11/01/2019
  • મોદીએ દક્ષિણ ભારતની સહયોગી પાર્ટીઓને ફરી એક વાર જોડાણ કરવા માટે આમંત્રણ આપવાના 24 કલાકમાં જ ડીએમકેના પ્રધાન એમ.કે. સ્ટાલિને પ્રધાનમંત્રી મોદી પર પલટવાર કરતા કહ્યું કે ડીએમકે હવે ક્યારેય પણ ભાજપ સાથે ગઠબંધન કરશે નહી અને મોદી વાજપેયી નથી. તેમના નેતૃત્વમાં ગઠબંધન કરવું યોગ્ય નથી અને એક આપત્તિ તે પણ છે કે તેઓ પોતાની તુલના પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી સાથે કરી રહ્યા છે.

    બૂથ ક્ષેત્રના કાર્યકર્તાઓ સાથે કરી વિડીયો કોન્ફરન્સ

    તમિલનાડૂમાં પાંચ જિલ્લાના બૂથ ક્ષેત્રના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ નેવુના દશકામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવેલ સફળ ગઠબંધનની રાજનીતિને યાદ કર્યુ અને કહ્યુ કે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા છે. વીસ વર્ષ પહેલા દૂરદર્શી નેતા અટલજી ભારતીય રાજનીતિમાં નવી સંસ્કૃતિ લાવ્યા હતા, જો કે તે સફળ ગઠબંધનની રાજનીતીની સંસ્કૃતિ હતી. તેમણે ક્ષેત્રીય આંકાક્ષાઓને બધાંથી વધારે મહત્વ આપ્યું હતું. અટલજીએ જે રસ્તો અમને બતાવ્યો હતો, ભાજપ તેના પર જ ચાલી રહી છે.

  • શું ભાજપ અન્નાદ્રમુક, દ્રમુક અને રજનીકાંતની પાર્ટી સાથે ગઠબંધન કરશે?

    પ્રધાનમંત્રી એક કાર્યકર્તાના આ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે શું ભાજપ અન્નાદ્રમુક, દ્રમુક અને રજનીકાંતની પાર્ટી સાથે ગઠબંધન કરશે? રજનીકાંતે હાલ પોતાનું રાજનીતિક પક્ષ નથી બનાવ્યું. ભાજપએ 2014ની લોકસભા ચુંટણીમાં તમિલનાડૂમાં પીએમકે, એમડીએમકે સહિતના નાના ક્ષેત્રીય પક્ષોની સાથે ગઠબંધન કર્યુ હતું અને 39માંથી 22 સીટો પર જીત મેળવી હતી જેમાં એક સીટ પાર્ટીએ અને બીજી પીએમકેએ જીતી હતી. જો કે પછી બધી પાંચ પક્ષોએ ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments