Tuesday, December 7, 2021
Homeમોદી સરકારનાં સાડા ચાર વર્ષમાં 350થી પણ વધુ રેલ દુર્ઘટના
Array

મોદી સરકારનાં સાડા ચાર વર્ષમાં 350થી પણ વધુ રેલ દુર્ઘટના

નેશનલ ડેસ્કઃ સીમાંચલ એક્સપ્રેસનાં 9 ડબ્બા બિહારનાં વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન દિલ્હીથી આવી રહી હતી. રવિવારે સવારે 3.52 કલાકે સહદેઈ બુજુર્ગમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા. પૂર્વ મધ્ય રેલવેનાં પ્રવક્તા રાજેશ કુમારે જણાવ્યું કે, જનરલનો એક કોચ, એસી ક્લાસનો એક B3,s9, s10,અને ચાર અન્ય કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે કહ્યું કે, આ ટ્રેન દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોદી સરકારનાં સાડા ચાર વર્ષમાં 350થી વધુ ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ ચુકી છે.

રેલવે મંત્રાલયે અહેવાલ રજૂ કર્યો હતો
  • રેલવે મંત્રાલયે પોતે આ આંકડાઓની માહિતી આપી હતી કે છેલ્લા ચાર વર્ષોમાં 350થી વધુ નાની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચુકી છે. 2017નાં એક રિપોર્ટમાં રેલવે મંત્રાલયે દુર્ઘટનાઓનાં આંકડાઓનો અહેવાલ આપ્યો હતો. આંકડાઓ પ્રમાણે 2014-15માં 135 દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જ્યારે 2015-16માં ઘટીને 107 દુર્ઘટનાઓ બની હતી. 2016-17માં રેલ દુર્ઘટનાઓનો આંકડો 104 થઈ ગયો હતો. ત્યાર બાદ રેલવે મંત્રાલયે દુર્ઘાટના રોકવાની દિશામાં ગંભીરતા દાખવી હતી.  આધુનિક ટેકનોલોજી સહિત સુરક્ષાનાં ઉપાયોને કારણે દુર્ઘટનાનાં આંકડામાં ઘટાડો નોંધાયો છે.
  • આ દુર્ઘટનાઓને રોકવા માટે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ 2016-17માં રેલવે બજેટમાં મિશન ઝીરો એક્સીડેન્ટ નામે એક મહત્વનું અભિયાન શરૂ કર્યુ હતુ. સૂત્રો પ્રમાણે, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 1,503 માનવરહિત બોર્ડર ક્રોંસિગને ખતમ કરવામાં આવ્યુ હતુ.
મોદી સરકારમાં આ મોટી દુર્ઘટનાઓ બની હતી
  • 150 લોકોનાં મોતઃ 20 નવેમ્બર 2016ના રોજ ઉત્તરપ્રદેશનાં કાનપુર પાસે પુખરાયામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 150થી વધુ લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘવાયા હતા.
  • 39 લોકોનાં મોતઃ 22 જાન્યુઆરી 2017 હીરાખંડ એક્સપ્રેસ આંધ્રપ્રદેશનાં વિજયાનગરમ જિલ્લામાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 39 યાત્રિઓનાં મોત થયા હચા અને 36 લોકો ઘાયલ થયા હતા.
  • 31 લોકોનાં મોતઃ 5 ઓગસ્ટ, 2015માં મધ્યપ્રદેશનાં હરદાની પાસે આશરે 10 મીનીટમાં જ બે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ઈટારસી-મુંબઈ રેલવે ટ્રેક પર બે ટ્રેન મુંબઈ-વારણસી કામાયની એક્સપ્રેસ અને પટના-મુંબઈ જનતા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. માચક નદી પર રેલ પાટા પરથી ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
  • 34 લોકોનાં મોતઃ 20માર્ચ,2015 દહેરાદુનથી વારાણસી જઈ રહેલી જનતા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં 34 લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટના રાયબરેલીનાં બછરાવા રેલવે સ્ટેશન પાસે બની હતી.
  • 25 લોકોનાં મોતઃ 25 મે,2015નાં રોજ કૌશાંબીનાં સિરાથૂ રેલવે સ્ટેશન પાસે મૂરી એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં 25 મુસાફરોનાં મોત થયા હતા. આ ઉપરાંત 300થી વધુ લોકો ઘવાયા હતા.
  • 22 લોકોનાં મોતઃ 19 ઓગસ્ટ,2017 ઉત્તરપ્રદેશનાં સંત કબીર  નગર જિલ્લામાં ચૂરેન રેલવે સ્ટેશન પાસે ગોરખધામ એક્સપ્રેસને એક માલગાડીએ ટ્રેક પર જ ટક્કર મારી દીધી હતી. જેમાં 22થી વધુ લોકોનાં મોત થયા હતા
  • 10 બાળકોનાં મોતઃ 25 જુલાઈ, 2016 ભદોહી વિસ્તારમાં મડુઆડીહ-અલ્હાબાદ મુસાફર ટ્રેન મિની સ્કુલ વાન સાથે ટકરાઈ હતી. જેમાં 10 શાળાનાં બાળકો મોતને ભેટ્યા હતા.
  • 7 લોકોનાં મોતઃ 10 ઓક્ટોબર, 2018 રાયબરેલીનાં હરચંદપુર રેલવે સ્ટેશન પાસે 14003 ન્યૂ ફરક્કા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાનો ભોગ બની હતી. માલદા ટાઉનથી નવી દિલ્હી જઈ રહેલી આ ટ્રેનનાં એન્જીન સહિતનાં 9 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા
  • 4 મહિલાઓના મોતઃ 17 માર્ચ, 2017 બેંગુલુરુનાં ચિત્રાદુર્ગા જિલ્લામાં એક એમ્બ્યુલેન્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જેમાં 4 મહિલાઓનાં મોતને ભેટી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments