ભારતીય સરકાર અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાનેચે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને મોટો ઝટકો આપ્યો છે. અહેવાલ છે કે દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા સોહેલ કાસકરને આગામી સપ્તાહે ભારત લાવી શકાય છે. સોહેલ કાસકર દાઉદના નાના ભાઈ નૂરા કાસકરનો પુત્ર છે. સોહેલ ડ્રગ્સના કેસમાં અમેરિકાની જેલમાં લૉક કરવામાં આવ્યો હતો અને હવે સજા પૂરી થયા પછી તેને છોડી દેવામાં આવ્યો છે.
સોહેલ કાસકર જેવો છુટશે કે તરત જ ભારત સરકારે યુનાઈટેડ સ્ટેટસ પાસે તેમનું પ્રત્યાર્પણ કરવાની માંગ કરી છે અને જેના માટે અમેરિકન સરકાર તૈયાર થઈ ગઈ છે. સોહેલ કાસકરને ભારત લાવવા માટેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અને આગામી સપ્તાહે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ અમેરિકા જઈ શકે છે.
ભારતમાં દાઉદના ભત્રીજા સોહેલ સામે કોઈ કેસ નથી ચાલતો પરંતુ તે ડી કંપની અને તેના ઓપરેશનની માહિતી ભારતીય તપાસ એજન્સીઓને આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે જ્યારે સોહેલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે નકલી ભારતીય પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. સોહેલે 1989 માં 10 વર્ષની ઉંમરે તેમના પિતા નૂરા કાસકર સાથે દેશ છોડી દીધો હતો. કિડની ફેલ થવાના કારણે 2009 માં કરાંચીની એક હોસ્પિટલમાં નુરાનું અવસાન થયું હતું.