Tuesday, December 7, 2021
Homeમોદી સરકારનો હરખ શોકમાં ફેરવી નાખ્યો, એન્ટિગુઆનાં પ્રધાને ચોખ્ખી ના પાડી દીધી...
Array

મોદી સરકારનો હરખ શોકમાં ફેરવી નાખ્યો, એન્ટિગુઆનાં પ્રધાને ચોખ્ખી ના પાડી દીધી કે ચોક્સીને ભારત નહીં મોકલે

પીએનબીને કરોડો રૂપિયનો ચુનો લગાવનાર મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણની મુશ્કેલી વધી છે. એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીને ભારત મોકલવાનો ઇનકાર કર્યો. એન્ટિગુઆ સરકારના પ્રધાન હર્સ્ટે જણાવ્યુ હતુ કે, મેહુલ ચોકસી એન્ટિગુઆનો નાગરિક છે. ભારતની સરકાર મેહુલ ચોકસી પાસેથી એન્ટિગુઆની નાગરિકતા છીનવી ન શકે. મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ અંગે ભારત સરકારે કોઈ જાણકારી આપી નથી. જેથી મેહુલ ચોકસીને ભારત મોકલવામાં નહીં આવે.

આ પહેલા એર ઇન્ડિયના વિશેષ વિમાનથી મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી હતી. જેને મોટો ઝટકો લાગ્યો છે. મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે સીબીઆઈ અને ઈડીના 20 જેટલા અધિકારીઓ એન્ટિગુઆ જવા રવાના થવાના હતા. પરંતુ એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીને ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે, મેહુલ ચોકસીએ પીએનબી ઉપરાંત એસબીઆઈને પણ 405 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. આ મામલે એસબીઆઈએ જણાવ્યુ હતુ કે, મેહુલ ચોકસી અને તેના પરિવારે જે લોન લીધી હતી તેના નાણા હજી સુધી ચુકવ્યા નથી. મેહુલ ચોકસીએ એસબીઆઈમાંથી બ્રાંદ્રા, પનવેલ અને રાયગઢમાં આવેલી પ્રોપર્ટીને ગિરવે મુકીને લોન લીધી હતી. પરંતુ તેના નાણા મેહુલ ચોક્સીએ હજી સુધી ચુકવ્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments