Saturday, October 23, 2021
Homeમોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું સવર્ણોને 10 ટકા આરક્ષણ આપતું બિલ, હવે...
Array

મોદી સરકારે લોકસભામાં રજૂ કર્યું સવર્ણોને 10 ટકા આરક્ષણ આપતું બિલ, હવે ચર્ચા થશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સરકારે ગરીબ સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીના આ નિર્ણયને ચૂંટણી પહેલાંનો માસ્ટર સ્ટ્રોક માનવામા આવે છે. આ નિર્ણય અંર્તગત સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રે સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણ આપવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા પછી આજે તે માટે બંધારણીય સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે બપોરે 2 વાગે આ બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ થશે. ભારતીય જનતા પાર્ટીએ તેમના દરેક સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કરી દીધું છે. જ્યારે કોંગ્રેસે પહેલેથી જ તેમના સાંસદનો સોમવારે અને મંગળવારે હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે.

સંસદનું શિયાળુ સત્ર સંપૂર્ણ રીતે રાફેલ વિમાન સોદામાં થયેલા કથિત કૌભાંડના હોબાળામાં પૂરુ થયું છે. આજે હવે સત્રનો છેલ્લો દિવસ છે. ત્યારે સરકાર સામે આ બિલને રજૂ કરવાનું અને પાસ કરાવવાનું એક મોટો પડકાર છે. હાવ વિપક્ષ પણ ખૂબ આક્રમક મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર આ બિલને પાસ કરાવવા માટે સત્ર આગળ વધારવાનું પણ વિચારી શકે છે.

નોંધનીય છે કે, જો સરકાર સંવિધાન સંશોધન બિલને લાગૂ કરાવવા માંગતા હોય તો તેને લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ કરાવવું જરૂરી છે. લોકસભામાં તો એનડીએ સરકાર પાસે બહુમતી છે પરંતુ રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ મજબૂત છે. આ સંજોગોમાં સરકારની અગ્નિ પરિક્ષા થવાનું નક્કી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક એટલે માનવામાં આવે છે કારણકે ધણી પાર્ટીઓએ આ વિશે પહેલીથી માંગણી કરી હતી. આ જ કારણ છે કે જ્યારે સોમવારે કેબિનેટનો નિર્ણય આવ્યો ત્યારે કોઈપણ રાજકીય પક્ષ તેનો ઉગ્ર વિરોધ ન કરી શક્યા. માત્ર ચૂંટણી પહેલાં જાહેરાત કરવામાં આવી હોવાથી સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવી શક્યા.

કોંગ્રેસે સોમવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, પાર્ટી આ નિર્ણયનું સમર્થન કરશે. પરંતુ નરેન્દ્ર મોદી યુવાનોને રોજગારી ક્યારે આપશે. જોકે કોંગ્રેસે પણ સરકારના ટાઈમિંગ મામલે સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ પણ સરકારના નિર્ણયનો સીધો વિરોધ કર્યો નથી.

કલ્યાણકારી લોકશાહી (Welfare democracy)ને વરેલા ભારતે હજારો વર્ષથી અસ્પૃશ્યતાનો ભોગ બનેલા દલિત સમાજ અને વનવાસી સમુદાયને મુખ્યધારામાં લાવવા માટે શિક્ષણ તેમજ નોકરી માટે વિશેષ ફાયદાઓ અને તકો આપવાનું નક્કી કર્યું, જેને આપણે અનામત વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. આરંભે નિશ્ચિત સમય માટે આ વ્યવસ્થા હતી પરંતુ સમયાંતરે તેમાં વોટબેન્કનું રાજકારણ ભળવાથી અનામતનો મુદ્દો સમાજને જોડવાને બદલે તોડવા માટે નિમિત્ત બનતો રહ્યો.

વસ્તીના અનુપાતમાં દલિતો (SC)ને 15 ટકા, આદિજાતિ (ST)ને 7.5 ટકા અનામતની આરંભે જોગવાઈ હતી. ત્યારબાદ તેમાં મંડલ પંચ સમાવિષ્ટ નવો વર્ગ પણ ઉમેરાયો, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) તરીકે ઓળખાયો. આ વર્ગની સંખ્યા સૌથી વધુ હોવાથી તેને 27 ટકા અનામત ફાળવવામાં આવી.

અત્યાર સુધી જાતિ આધારિત અનામતની જોગવાઈ નથી મળતી એવા સવર્ણો (General Category)ને જ આ જોગવાઈનો લાભ મળી શકે.

જેમની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોય.
જેમની ખેતીલાયક જમીન 5 હેક્ટરથી ઓછી હોય.
પોતાનું રહેણાંક મકાન હોય તો તે 1000 ચોરસ ફૂટથી નાનું હોય.
શહેરી વિસ્તારમાં રહેણાંક હેતુનો પ્લોટ હોય તો તે 109 ચોરસ ફૂટથી નાનો હોય.
શહેરી વિસ્તારથી બહાર રહેણાંક હેતુનો પ્લોટ હોય તો તે 209 ચોરસ ફૂટથી નાનો હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments