મોદી સરકાર તરફથી વેપારીઓને મોટી રાહત, હવે વર્ષમાં એક જ વાર ભરવું પડશે રિટર્ન

0
41

જીએસટી પરિષદે નાના વેપારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. પરિષદની 32મી બેઠક બાદ નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, નાના વેપારીઓનાં અવકાશને જીએસટીની અંદર વધારી દેવામાં આવેલ છે. ત્યારે સેવા આપનારા વેપારીઓને વર્ષમાં એક વાર જ રિટર્ન દાખલ કરવાનું રહેશે.

40 લાખ રૂપિયાની થઇ સીમામર્યાદાઃ
આ સિવાય નાના વેપારીઓની સીમાને 20 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવેલ છે. જો કે આ વેપારીઓને દર ત્રણ મહીના પર ટેક્સ જમા કરવાનો રહેશે. જે આ વર્ષની પરિષદની પહેલી બેઠક છે.

કમ્પોઝિશન સ્કીમની વધી સીમામર્યાદાઃ
જીએસટી પરિષદની બેઠકમાં નાના નાના વેપારીઓને રાહત આપવા પર સહમતિ દર્શાવાઇ છે. બેઠકમાં કમ્પોઝિશન સ્કીમનો અવકાશ વધારવા અને જીએસટીની સીમાને લઇને અનેક ફેરફાર પણ કરવામાં આવ્યાં છે.

કમ્પોઝિશન સ્કીમની સીમા 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ડોઢ કરોડ રૂપિયાનું ટર્નઓવરવાળા નિર્માતાને આ સ્કીમનો ફાયદો મળશે. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ કરાશે.

કમ્પોઝિશન સ્કીમનો અવકાશ વધારવા સિવાય એસએમઇ (સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ)ને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છુટ આપવામાં આવી છે. પહેલાં દર ત્રીજા મહીને રિટર્ન ભરવાનું રહેતું. જો કે હવે દર ત્રિમાસિક ટેક્સ ભરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here