Tuesday, September 28, 2021
Homeમોદી સરકાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરીના કૈફ પાસે ઉર્દૂ ભાષાનો...
Array

મોદી સરકાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરીના કૈફ પાસે ઉર્દૂ ભાષાનો પ્રચાર કરાવડાવશે

બોલિવૂડ ડેસ્ક: ભારત સરકાર ફાઈનલી ઉર્દૂ ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે તૈયાર થઇ છે. આ માટે તેઓ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પર નિર્ભર રહેવાના છે. નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દૂ લેન્ગવેજ (NCPUL) ઉર્દૂ ભાષાને પ્રમોટ કરવા માટે યોગ્ય પગલાં લેવા માગે છે. NCPUL માનવ સંશાધન મંત્રાલય હેઠળ કામ કરતો એક વિભાગ છે. ઉર્દૂ ભાષાના પ્રચાર માટે સરકાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરીના કૈફની મદદ લેશે.

NCPULના ડિરેક્ટરે જણાવ્યું કે, અત્યાર સુધી અમે ઉર્દૂ સાહિત્યને પ્રમોટ કરતા હતા. હવે અમે માત્ર સાહિત્ય નહીં પણ ભાષાને વધારે પ્રમોટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે શાહરુખ, સલમાન જેવા સ્ટાર્સને અપ્રોચ કરીશું. અમે તેમની પાસે થોડીક લાઈન ઉર્દૂમાં બોલાવડાવી એનો વીડિયો બનાવડાવશું. ત્યારબાદ આ વીડિયોનો ઉપયોગ અમારી ઈવેન્ટ્સમાં કરીશું.

તેમણે જણાવ્યું કે, અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તો માત્ર જાવેદ અખ્તર અને શબાના આઝમી જ ઉર્દૂ ભાષાને સપોર્ટ કરવા આગળ આવ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે વધુ સ્ટાર્સ જોડાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments