મોદી સરકાર-2 : સ્વચ્છ ભારત બાદ હવે દેશમાં દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવા પર સરકાર ફોકસ કરે તેવી શકયતા

0
67

નવી દિલ્હીઃ મોદી સરકાર-2માં જલ જીવન મિશન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોકસ દેશમાં દરેક ઘર સુધી નળનું પાણી પહોંચાડવા પર હોઈ શકે છે. સરકારે તેના માટે જલ શક્તિ મંત્રાલય બનાવ્યું છે, મંત્રીમંડળમાં તેની જવાબદારી રાજસ્થાનના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતને સોંપવામાં આવી છે. ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પ પત્રમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાને પ્રાથમિક્તા આપી હતી. ગત એનડીએ સરકારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાફ સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે જળ શક્તિ મંત્રાલયમાં જળ સંસાધન, નદી વિકાસ, ગંગા જીર્ણોદ્ધાર અને પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગને સામેલ કરવામાં આવી શકે છે. નળ જલ યોજના અંતર્ગત સરકારનું 2024 સુધીમાં દેશના દરેક ઘરમાં પાણીની પાઈપ લાઈન અને નળથી પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.

ઈઝરાઈલના અધિકારીઓની સાથે નીતી આયોગની બેઠક થઈ

એક અધિકારી એ જણાવ્યું કે નવા મંત્રાલયનું પ્રથમ કામ દેશમાં આવેલા જળ સ્ત્રોતોનું સંરક્ષણ કરવાનું છે. તેના માટે મનરેગા યોજનાની મદદ લેવામાં આવશે. જળ સ્ત્રોતોને બચાવવા માટે થોડા મહીના પહેલા ઈઝરાઈલ અને ભારતીય અધિકારીઓની નીતી આયોગની સાથે બેઠક પણ થઈ ચુકી છે. ઈઝરાઈલમાં પાઈપ લાઈન દ્વારા લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. હાલ ભારતમાં ભૂજળનું 4 ટકા પાણી પીવા અને 80 ટકા પાણી ખેતીમાં ઉપયોગ થાય છે.

2030 સુધી દેશમાં પાણીની માંગ બેગણી થઈ જશેઃ નીતી આયોગ

ગત વર્ષે આવેલા નીતી આયોગના રિપોર્ટ મુજબ, 60 કરોડ ભારતીય ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્વચ્છ પીવાનું પાણી ન મળવાથી દેશમાં દર વર્ષે 2 લાખ લોકોના મોત થાય છે. અનુમાન છે કે 2030 સુધી દેશમાં પાણીની માંગ હાલની માંગથી બે ગણી થઈ જશે, જો તેને પુરી કરવામાં આવશે નહિ તો જીડીપીમાં 6 ટકાનો ઘટાડો આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here