Sunday, November 28, 2021
Homeમોદી 15મી ફેબ્રુઆરીએ દેશની સૌથી ઝડપી ટ્રેન 'વંદે ભારત'ને દિલ્હીમાં લીલીઝંડી આપશે
Array

મોદી 15મી ફેબ્રુઆરીએ દેશની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત’ને દિલ્હીમાં લીલીઝંડી આપશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીએ દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેનને લીલીઝંડી આપશે. આ ટ્રેન છેલ્લા 30 વર્ષોથી ચાલી રહેલી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. ટ્રેન 18ને દેશની સૌથી તેજ ગતિની ટ્રેન જાહેર કરાઈ છે. 2 ડિસેમ્બરે કોટા-સવાઈ માધોપુરા સેક્શનમાં ટ્રાયલ દરમિયાન ટ્રેન 18ને 180 કિમી/કલાકની ગતિ મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો.

આ ટ્રેન 97 કરોડનાં ખર્ચે 18 મહિનામાં બનાવાઈ છે.

 

  • રેલ મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, આ ટ્રેન 97 કરોડનાં ખર્ચે 18 મહિનમાં ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનમાં 16 કોચ છે, જેની સીટો 360 ડિગ્રી સુધી ફરી શકે છે. આ ટ્રેન દિલ્હીથી બનારસનાં સફર દરમિયાન ફક્ત કાનપુર અને અલ્હાબાદમાં જ રોકાશે.
  • પીયૂષ ગોયલનાં કહ્યા પ્રમાણે ભારતની પહેલી એન્જિન રહિત ટ્રેનને ભારતીય એન્જિનિયરોએ જ તૈયારી કરી છે.
  • શરૂઆતની યોજનાઓ પ્રમાણે, ટ્રેન 18 દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 2 વાગે વારાણસી પહોંચશે. આશરે 800 કિમીનું અંતર આ ટ્રેન 8 કલાકમાં પૂર્ણ કરશે. વારાણસીથી આ દિલ્હી માટે બપોરે 2.30 કલાકે ઉપડશે અને રાતે 10.30 પહોંચી જશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments