Friday, March 29, 2024
Homeમોદી 18મીએ વિશ્વના 27 કંપનીના ડેલિગેટ્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે
Array

મોદી 18મીએ વિશ્વના 27 કંપનીના ડેલિગેટ્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે

- Advertisement -

અમદાવાદ: આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત 2019 સાવ નવી ભાતે જ આયોજિત થાય એ માટે વડાપ્રધાન મોદીએ એક વિશિષ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ભારતમાં પ્રથમ વખત 18મીના રોજ વાઈબ્રન્ટ ગુજરાતમાં મોદીના અધ્યક્ષ સ્થાને વિશ્વની 10 ટ્રિલિયન ડોલરથી વધુનું ટર્ન ઓવર ધરાવતી 27 કંપનીઓના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે. વિશ્વના મોટા મુડીપતીઓની નજર ગુજરાત તરફ થાય એ માટે આ સૂચક કોન્ફરન્સ હશે.

18 જાન્યુઆરીના રોજ બપોરે 3:30 થી 6:30 વચ્ચે દેશમાં પ્રથમ વખત વૈશ્વિક સ્તરની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં અમેરિકા, કેનેડા, દુબઈ અને ફિલિપાઇન્સ સહિતના દેશોની ૨૭ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મોદી સાથે બપોરે 3.30થી 5 વાગ્યા વચ્ચે ભારતના 5 ટોચના ઉદ્યોગપતિ અને બેન્કર્સ હાજર રહેશે. આ સાથે બપોરે 5.30થી 6.30 વચ્ચે નાણામંત્રી જેટલી અને RBIના ગવર્નર કાંત પણ હાજર રહેશે. મોદી આ કોન્ફરન્સ બાદ વન-ટુ-વન મિટિંગ પણ કરશે.

રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ભાગ લેનાર કંપની અને તેના પ્રતિનિધીના નામ
કંપનીનું નામ દેશ ડેલિગેટનું નામ ડેલિગેટનો હોદ્દો
1 એશિયન ડેવલપમેન્ટ બેન્ક ફિલીપાઈન્સ શીક્ષીનચેન વાઈસ પ્રેસિડન્ટ
2 અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી યુ.એ.ઈ. એચઈ ખાલીલ ફૌલાથી એડવાઈઝર ટુ એમડી
3 એશિયન ઈન્ફ્રોસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ચાઈના જીન લીક્યુંન પ્રેસીડન્ટ
4 એલાઈન્જ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ સીંગાપોર રીતું અરોરા સીઈઓ
5 બ્રીટીસ કોલંબીયા ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન કેનેડા ગોર્ડોન ફાયફે સીઈઓ
6 બ્રીટીસ કોલંબીયા ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન કેનેડા જમન વેલજી પોર્ટફોલીયો મેનેજર
7 બ્રીટીસ કોલંબીયા ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન કેનેડા રાહેલ જરીવાલા પ્રીન્સીપાલ ઈન્ફ્રા
8 ઈકેએફ ડેન્માર્ક ખ્રીચ્યીયન ઓલગાર્ડ ડેપ્યુટી સીઈઓ
9 ડીપી વર્લ્ડ દુબઈ સુલતાન અહેમદબીન ગૃપ ચેરમેન
10 ડીપી વર્લ્ડ દુબઈ રીઝવાન સોમા સીઈઓ
11 ડીપી વર્લ્ડ દુબઈ યુવરાજ નારાયણ ગૃપ ચીફ ફાયનાન્સ ઓફીસર
12 ગવર્મેન્ટ પેન્સન ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ જાપાન નોરી હિરો તાકાહસી પ્રેસિડન્ટ
13 ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વોશિંગન્ટન ફિલિપ્પે લી પોરેરોઉ સીઈઓ
14 પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની યુએસએ મિહિર વોરા સીઈઓ
15 કેનેડા પેન્સન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ કેનેડા વિક્રમ ગાંધી સિનિયર એડવાઈઝર
16 પ્બિકલ સેક્ટર પેન્સન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ કેનેડા નેઈલ સુનનીઘામ પ્રેસિડન્ટ
17 પીએસપી કેનેડા પાર્ટિક સેમસોન મેનેજિંગ ડાયરેક્ટર
18 પીએસપી કેનેડા સાનડ્રિએન કઅરથન ડાયરેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ
19 રોડીસ સ્પેઈન જોસે લાબેબરોર બ્લાન્સ સીઈઓ
20 એવી એલાયન્સ જર્મની હોલગર લીંકવેલીયર સીઈઓ
21 જાપાન બેન્ક ઓફ ઈન્ટરનેશનલ કોર્પોરેશન જાપાન ઈહીરો હાઈસીદાની ચીફ રીપ્રેઝન્ટેટીવ
22 વાનગાર્ડ યુએસએ આભ કુમાર પ્રીન્સીપાલ ઓફ આઈટી હેડ
23 ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ ફોર ડેવલોપીંગ કન્ટ્રીઝ ડેન્માર્ક મોર્ટેન ચ્રીસ્ટસેન વાઈસ પ્રેસિડન્ટ
24 આઈએફયુ ડેન્માર્ક દીપાબેન હિંગોરાણીયા વાઈસ પ્રેસિડન્ટ
25 ઓન્ટારીઓ મ્યુનિસીપલ એમપ્લોઈજ રીટાયરમેન્ટ સીસ્ટમ કેનેડા કેન મીનેર હેડ ઓફ કેપીયલ માર્કેટ
26 કાઈસેડે ડેપોટ ઓટ પ્સેસમોન્ટ ડુ કુબે કેનેડા અનિતા જ્યોર્જ એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ
27 ઝ્યુરીચ એરપોર્ટ ગૃપ સ્વીત્ઝરલેન્ડ ડાનીએલ બ્રીચેર સીઈઓ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular