મોબાઇલ એપ ઓપન કરો અને સિવિલની એપોઇન્ટમેન્ટ મેળવો

0
102

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ઓપડીમાં આવે છે. દરેક વિભાગમાં દર્દીઓની લાંબી લાઇનો લાગે છે. જોકે હવે નજીકના સમયમાં દર્દીઓ મોબાઇલ એપની મદદથી એપોઇન્ટમેન્ટ મેળવી શકશે. જેથી તેમને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે તેમજ સમય પણ બચી જશે. ‘civilhospital’ નામની એપથી એપોઇન્ટમેન્ટ આપવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરાશે.

અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ દેશની સૌથી મોટી હોસ્પિટલમાં ગણવામાં આવે છે. ૨૨૦૦ એકરમાં ફેલાયેલી આ હોસ્પિટલમાં રોજ ત્રણ હજારથી વધુ દર્દીઓ આવે છે. દર્દીઓને અલગ અલગ સરવાર લેવાની હોવાથી તેઓને અલગ અલગ વોર્ડમાં જવું પડતું હોય છે અને લાંબી લચક લાઇનોમાં ઊભા રહેવું પડતું હોય છે. જેના કારણ દર્દી તેમજ તેમનાં સગાંવહાલાંઓનો સમય વેડફાય છે. ઘણી વખત દર્દીઓને હોસ્પિટલમાં ધક્કો પણ પડતો હોય છે. દર્દીઓને લાઇનમાં ઊભા રહેવું પડે નહીં તેમજ તેમને હાલાકીનો સામનો કરવો પડે નહીં તે માટે હવે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમને વધુ સારી રીતે અપગ્રેડ કરવાનું આયોજન તંત્ર દ્વારા લેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here