Wednesday, December 8, 2021
Homeમોબાઇલ નંબર પોર્ટ કરાવવો થશે વધારે સસ્તો, TRAIએ જણાવ્યું કારણ
Array

મોબાઇલ નંબર પોર્ટ કરાવવો થશે વધારે સસ્તો, TRAIએ જણાવ્યું કારણ

આવનારા દિવસોમાં નંબર પોર્ટ કરાવવો સસ્તો થઇ શકે છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ(TRAI)જલ્દીથી મોબાઇલ ગ્રાહકોને આ ભેટ આપી શકે છે. ટ્રાઇનું કહેવું છે કે દૂરસંચાર ક્ષેત્રમાં દર મહિને થનાર નંબર પોર્ટની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે.

ટ્રાઇએ તમામ મોબાઇલ કંપનીઓથી પોર્ટિંગ ચાર્જ સસ્તો કરવા માટે મંતવ્ય માગ્યા છે. ટ્રાઇએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ઘણી બધી દૂરસંચાર મોબાઇલ સેલા પ્રદાતા કંપનીઓનો વિલય થઇ ગયા છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ બંધ પણ થઇ ગઇ છે. આ કારણથી નંબર પોર્ટ કરાવનાર ગ્રાહકોની સંખ્યામાં ઘણો ઘટાડો થઇ ગયો છે.

ટ્રાઇએ ઉદાહરણ આપતા કહ્યું કે સપ્ટેમ્બર 2018 અને ઓક્ટોબર 2018ની વચ્ચે એવા ગ્રાહકોની સંખ્યામાં 37 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાઇએ ગત વર્ષ 31 જાન્યુઆરએ પોર્ટિંગ ચાર્જ 19 રૂપિયાથી ઘટાડીને 4 રૂપિયા કરી દીધા હતા. ગત વર્ષે ડિસેમ્બરમાં ટ્રાઇએ એમએનપી નિયમોમાં ફેરફાર કર્યો હતો.

ત્યારે ટ્રાઇએ સૂચન આપ્યું હતું કે એક જ સર્કલમાં નંબર પોર્ટ બે દિવસની અંદર થઇ જવો જોઇએ, જ્યારે એક સર્કલથી બીજા સર્કલમાં નંબર પોર્ટ કરાવવા માટે ચાર દિવસનો સમય નક્કી કર્યો હતો. જો કંપનીએ પોર્ટિંગને ખોટી રીતે રદ કર્યો તો પછી એની પર 10 હજારનો દંડ ફટકારાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments