Saturday, March 30, 2024
Homeમોબાઈલ પર આ રીતે ચેક કરો પોતાના PF ખાતાનુ બેલેન્સ
Array

મોબાઈલ પર આ રીતે ચેક કરો પોતાના PF ખાતાનુ બેલેન્સ

- Advertisement -

પ્રોવિડન્ટ ફંડ એટલેકે PF સુવિધાનો ફાયદો મોટી સંખ્યામાં કર્મચારીઓને અપાઈ રહ્યો છે. ડિજિટલ દુનિયાના આ યુગમાં પીએફના પૈસા કાઢવાથી લઇને તેના બેલેન્સ ચેક કરવા સુધી બધુ સરળ થઇ ગયુ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે કેવીરીતે પોતાના મોબાઈલ પર ચેક કરો Provident Fund ખાતાનુ બેલેન્સ.

Umang App દ્વારા:

આ એક સરકારી એપ છે, જેના દ્વારા ફક્ત EPF નહીં, અન્ય સરકારી સેવાઓનો લાભ એક જ જગ્યા પર લઈ શકાય છે.

  1. સૌપ્રથમ પોતાના સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર દ્વારા Umang Appને ડાઉનલોડ કરો.
  2. પોતાના ફોન નંબરને રજીસ્ટર કરો અને એપમાં લૉગઇન કરો.
  3. ટૉપ લેફ્ટ કૉર્નરમાં આપવામાં આવેલા મેન્યૂમાં જઇને ‘Service Directory’માં જાઓ.
  4. અહીં EPFO વિકલ્પને સર્ચ કરવા માટે ક્લિક કરો.
  5. અહીં View Passbookમાં ગયા બાદ પોતાના UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ જોઈ લો.

SMS દ્વારા

  1. જેના માટે જરૂરી છે કે તમારો UAN નંબર EPFOની સાથે રજીસ્ટર્ડ થાય.
  2. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મોકલવો પડશે.
  3. આ સર્વિસ અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 અલગ-અલગ ભાષાઓને સપોર્ટ કરે છે.

મિસ-કૉલ દ્વારા

  1. એસએમએસ સર્વિસની જેમ મિસ કૉલ દ્વારા પણ પીએફ બેલેન્સ જાણી શકીએ છીએ.
  2. જેના માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ-કૉલ કરી દો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular