Thursday, May 19, 2022
Homeમોબ લિચિંગમાં મોતને ભેટનાર ઉમર ખાનના દીકરાની ગૌતસ્કરી મામલે ધરપકડ
Array

મોબ લિચિંગમાં મોતને ભેટનાર ઉમર ખાનના દીકરાની ગૌતસ્કરી મામલે ધરપકડ

- Advertisement -

અલવર : રાજસ્થાનના અલવરમાં ગૌતસ્કરીના આરોપ હેઠળ કુલ છ માણસોની પોલીસે ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ગત વર્ષે અલવર જિલ્લાના ગોવિંદગઢ સ્થળે ગૌતસ્કરીના મામલે મોબ લિચિંગ હુમલો થયો હતો. આ સામુદાયિક હુમલામાં મોતને ભેટનાર ઉમર ખાન નામના શખ્સનો 22 વર્ષીય દિકરો મકસૂદ ખાન પણ આ ટોળકીમાં સામેલ હતો. પોલીસના આરોપ મુજબ મકસૂદ ખાન ટ્રકના પાછળ ટેન્કરમાં ભરીને ગાયોની તસ્કરી કરતો હતો.

અલવર જિલ્લાના પોલીસને હાથે ઝડપાઇ મોટી ટોળી

અલવર જિલ્લાના ખેડલી ગામની પોલીસે મંગળવારે મોડી રાતે વાહનોની ચેકિંગ દરમિયાન હરિયાણા અને રાજસ્થાનમાં ગૌ-તસ્કરી, પોલીસ પર ફાયરિંગ, વાહનોની લૂંટ તેમજ પોલીસ પર હુમલા કરનારી ગેંગના 6 બદમાશોને ઝડપી લીધા હતા. આ ટોળકી પાસેથી ગેરકાયદેસરના હથિયાર, તસ્કરીમાં ઉપયોગમાં લેવાનાર ટેન્કર તેમજ સ્વિફટ ડિઝાયર ગાડી બરામદ કરવામાં આવી હતી.

ગત વર્ષે ગૌરક્ષકનો રોષનો ભોગ બનેલા ઉમર ખાનનો દીકરો ઝડપાયો

આ ધરપકડ કરાયેલી ગૌતસ્કરીની ટોળકીમાં 10 નવેમ્બર 2017ના રોજ અલવર જિલ્લાના ગોવિંદગઢ ખાતે ગૌ-તસ્કરીના આરોપસર જે ઉમર ખાન નામના શખ્સની કથિત ગૌરક્ષકોએ પિટાઇ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે શખ્શનો દીકરો મકસૂદ ખાન પણ સામેલ જોવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભરતપુર જિલ્લાના પહાડી વિસ્તારમાં રહેતાં ઉમર ખાનની હત્યાથી દેશભરમાં ભારે હોબાળો મચ્યો હતો અને રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા.

ધરપકડ કરાયેલ ટોળકી પાસેથી 315 બોરનો દેશી તંમચો, 9 જીવતા કારતૂસ, ટેન્કર સાથે જોડાયેલી મિની ટ્રક, સ્વિફ્ટ ડિઝાયર ગાડી, અંગ્રેજી શરાબની પોટલીઓ, 50 લિટર દેશી શરાબ, લાલ મરચું, તેમજ રસ્સો સહિતની લૂંટ માટે વપરાતી અનેક સામગ્રી કબજે લેવામાં આવી હતી. આરોપીઓ પર હરિયાણા સહિત આજુબાજુના અનેક સરહદી ગામડાઓના પોલીસ સ્ટેશનમાં ગો-તસ્કરી, લૂંટ તેમજ પોલીસ પર હુમલા કરવાના ડઝન જેટલા કિસ્સાઓ નોંધાયલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular