Wednesday, December 8, 2021
Homeમોયદ પ્રાથમિક શાળા નો પ્રવેશદ્વાર તથા પાણી ની પરબ નુ ઉદ્ધાટન કાર્યક્રમ...
Array

મોયદ પ્રાથમિક શાળા નો પ્રવેશદ્વાર તથા પાણી ની પરબ નુ ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ખાતે આવેલ પ્રાથમિક શાળા નો પ્રવેશદ્વાર તથા પાણી ની પરબ નુ  લોકાર્પણ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન જયેશભાઇ પટેલ હસ્તે યોજાયું  .

 

 

પ્રાંતિજ ના મોયદ ખાતે આવેલ મોયદ જુથ શાળા નો સૌજન્ય સ્વ. ચંપાબેન ડાહ્યાભાઇ પટેલ હસ્તે બળવંત ભાઇ ડાહ્યાભાઇ પટેલ પ્રવેશદ્વાર ” જ્ઞાન સરોવર ”  તથા શાળામાં અભ્યાસ કરતાં બાળકો ને શુધ્ધ પાણી મળી રહે તે માટે પરબ ના દાંતા જયંતિભાઇ એન.પટેલ ના સહિયોગ થી  બનાવવામાં આવેલ પાણી ની પરબ   નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન જયેશભાઇ પટેલ ના વરદ હસ્તે  યોજાયું હતું તો આ પ્રસંગે તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ , તાલુકા અધ્યક્ષ કૌશિકભાઇ પટેલ , તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા , કાળુસિંહ ચૌહાણ , પ્રવેશદ્વાર ના દાંતા બળવંત ભાઇ પટેલ , પાણી ની પરબ ના દાંતા જયંતિભાઇ પટેલ સહિત ગામના આગેવાનો વાલીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો શાળા ના આચાર્ય અજયભાઇ પટેલ તથા શાળા વ્યવસ્થાપક  સમિતિ અને મોયદ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments