મોરબીની માટીમાંથી દિલ્હીમાં ગાંધીજીની 150 ફૂટ ઉંચી પ્રતિમા બનશે, 150 કલાકારો જોડાશે

0
29

મોરબી: મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની દેશભરમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં રાષ્ટ્રીય ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગની મદદથી મોરબીની માટીમાંથી દેશના 150 જેટલા માટીકલાકારો દ્વારા માટીની અલગ અલગ 5000 જેટલી કુલડીઓ અને અન્ય માટીની ચીજવસ્તુઓ બનાવશે. તેમાંથી 3500 જેટલી ચીજો દિલ્હી લઇ જવાશે અને ત્યાં ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં પાંચ માળ ઊંચી એટલે કે અંદાજે 150 ફૂટ ઉચાઇની ગાંધીજીની પ્રતિમા તૈયાર થશે. જે ગાંધીજીની આગામી જન્મજયંતી પહેલા તૈયાર કરવામાં આવશે.

મોરબીની લાલ માટી દેશભરમાં પ્રખ્યાત છે. તેથી આ માટીનો અનોખી રીતે ઉપયોગ કરવાનું મોરબી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા નક્કી કરાયું છે. મોરબીના ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા કેન્દ્રના રાષ્ટ્રીય ખાદી આયોગની મદદથી દેશના વિવિધ રાજ્યમાં માટીકામ સાથે સંકળાયેલ 150 જેટલા કુંભારને મોરબી લાવી આ લાલ માટીને ઇલેક્ટ્રિક ચાકડાની મદદથી અલગ અલગ ચીજ બનાવાની 6 દિવસ સુધી તાલીમ આપવામાં આવી રહી છે. સાથે સાથે કલાકારો પાસેથી માટીના પ્યાલા, નાની કુલડી, ફૂલદાની સહિતની 5000 ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here