Tuesday, September 21, 2021
Homeમોરબીની મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા
Array

મોરબીની મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા

મામલતદાર કચેરીમાં એસબીના છટકામાં લાંચ લેતા તલાટી રંગેહાથ ઝડપાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર વજેપર વિસ્તારના તલાટી મંત્રી પ્રશાંત શાહ મોરબીની મામલતદાર કચેરીમાં બેસે છે. આ કામના ફરીયાદીએ મોરબી-વજેપર વિસ્તારમાં 5 વર્ષ પહેલા મકાન ખરીદ્યું હતું. જે મકાન ખાતે કરવાની બાકી હતું જે મામલે તલાટીએ 4 હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદીએ સમગ્ર મામલે ACBને જાણ કરી હતી. જેથી આજે ACBની ટીમે છટકુ ગોઠવી મહેસુલ તલાટી પ્રશાંત શાહને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. હાલ તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments