મોરબી: મોરબીની સબ જેલમાં પત્નીની હત્યા કરનાર કાચા કામનો કેદી બેભાન થઇ ગયો હતો. આથી કસ્ટોડિયલ ડેથ મામલે કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે કેદીને મૃત જાહેર કર્યો હતો.
હળવદના ધણાદ ગામે રહેતા રમેશ ઉકાભાઇ પાટડીયા (ઉ.36)એ ઓક્ટોબર 2017માં પત્નીની હત્યા કરી હતી. આથી હત્યાના આરોપમાં સબજેલમાં સજા કાપી રહ્યો હતો. જો કે તેનું મોત કેવી રીતે થયું તે પીએમ રિપોર્ટમાં બહાર આવશે.મોરબીના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કેદીના મોત અંગે નોંધ કરી પોલીસે વધુ તપાસ હાધ ધરી છે.