Wednesday, December 8, 2021
Homeમોરબીમાં ચાલુ બાઇક પર હાર્ટએટેક આવતા આધેડ ઢળી પડ્યા, ઘટના CCTVમાં કેદ
Array

મોરબીમાં ચાલુ બાઇક પર હાર્ટએટેક આવતા આધેડ ઢળી પડ્યા, ઘટના CCTVમાં કેદ

મોરબી: મોરબીમાં ચાલુ બાઈકે હાર્ટએટેક આવતા આધેડનું મોત થયું હતું. શહેરના સામાકાંઠે રહેતા એક આધેડ પોતાના મિત્ર સાથે બાઇકમાં પાછળ બેસી જઈ રહ્યા હતા. આ દરમિયાન લાતી પ્લોટ વિસ્તારમાં અચાનક તેમને હાર્ટએટેક આવ્યો હતો. જેને પગલે છાતીમાં થતાં અસહ્ય દુખાવાને કારણે તેઓ નીચે પડી ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

આસપાસના લોકોએ તેમને પાણી પીવરાવતા તરત જ તેઓ ઉભા થઈ ગયા હતા. જો કે થોડી જ ક્ષણોમાં તેઓ ફરી ઢળી પડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments