- Advertisement -
મોરબી: જમ્મુ-કાશ્મિરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદીના હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ યથાવત છે ત્યારે મોરબીમાં સામાકાંઠે આવેલા શોપિંગ સેન્ટરમાં જાહેર શૌચાલયમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી ટાઇલ્સ લગાવવામાં આવી છે. પાકિસ્તાન પ્રત્યે મોરબીવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા કાશ્મીરનું ટ્રાન્સપોર્ટેશન બંધ કરવામાં આવ્યાની સાથે સાથે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાકિસ્તાન મુરદાબાદના સ્લોગન બિલ બુક સહિતના સાહિત્ય ઉપર છાપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિરામિક ટાઇલ્સના ઉત્પાદકો દ્વારા પાકિસ્તાન મુરદાબાદની ટાઇલ્સ પણ બનાવી વિરોધ કરી રહ્યા છે.