Thursday, February 22, 2024
Homeગુજરાતમોરબીમાં નકલી ટોલનાકું ઝડપાયું, દોઢ વર્ષથી છે આ ટોલનાકું

મોરબીમાં નકલી ટોલનાકું ઝડપાયું, દોઢ વર્ષથી છે આ ટોલનાકું

- Advertisement -

ગુજરાતમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોરબી (Morbi)માં નકલી ટોલનાકા (Fake Toll Plaza)નું ઝડપાયું હોવાનો પર્દાફાશ થયો છે. છેલ્લા દોઢ વર્ષથી આ ટોલનાકા પર ઉઘરાણીની કરતુતો ચાલતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ વઘાસિયામાં આવેલી એક ફેક્ટરી ભાડે રાખી હતી, જેને ટોલનાકું બનાવી ફોર વ્હીલ, નાના ટ્રક, મોટા ટ્રક સહિતના વાહનોને દોઢ વર્ષથી છેતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા દોઢ વર્ષમાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.મોરબી: વઘાસિયા નજીક ઉભું કરાયું હતું નકલી ટોલનાકું, દોઢ વર્ષથી છે આ  ટોલનાકું - Gujarati News | A fake toll booth was running near Waghasia in  Morbi for one and a half

મળતા અહેવાલો મુજબ મોરબીના વાંકાનેરના વઘાસિયા ગામે એક ટોલનાકું આવેલું છે, જે નકલી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ અહીં બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા અને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200ની ઉઘરાણી કરાતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન કહેવાતા રવિ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, ઉપરાંત નકલી ટોલનાકાનો ખુલાસો થયા બાદ અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ પાઠવી છે. બીજીતરફ છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકા અંગે કોઈપણ અધિકારીઓના ધ્યાને ન આવતા હવે અધિકારીઓ પર પણ આંગણી ચિંધવામાં આવી રહી છે.

તાજેતરમાં જ આ નકલી ટોલનાકાનો એક વીડિયો વાયરલ થયા બાદ સૌકોઈ ચોકી ગયા હતા, ત્યારબાદ અધિકારીઓએ તુરંત તપાસ હાથ ધરતા વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કર્યું હોવાનો ખુલાસો થયો હતો અને ફેક્ટરીમાં આ કૌભાંડ ઉભું કર્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ ફેક્ટરીના માલિકને નોટિસ પાઠવવામાં આવી છે. તો મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસવડા પાસેથી અહેવાલ મંગાવાયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. તો કલેક્ટરને પણ તપાસના આદેશ આપી દેવાયા છે. આ નકલી ટોલનાકા પાછળ કોનો હાથ છે, કોણ કોણ આ અહીં કામ કરતું હતું અને અત્યાર સુધીમાં કેટલાક રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular