Thursday, October 21, 2021
Homeમોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં બંદુકની અણીએ ત્રણ લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ
Array

મોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં બંદુકની અણીએ ત્રણ લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

મોરબી:શહેરનાં વાંકાનેર હાઈ-વે પર આવેલી ફ્લિપકાર્ટની ઓફિસમાં ગઈકાલે રાત્રે કેટલાક અસામાજીક તત્વોએ બંદુકની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. રાત્રે નવ વાગ્યા આસપાસ 4 જેટલા બુકાનીધારી શખ્સો ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને મારપીટ કરી ત્રણેક લાખ જેટલી રકમની લૂંટ ચલાવી ફરારથઈ ગયા હતાં.

લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ:પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર 4 જેટલા બુકાનીધારી શખ્સો પાર્સલ લેવાના બહાને ઓફિસમાં ઘુસી આવ્યા હતા. કર્મચારીઓને માર મારીને લૂંટારૂઓએ ત્રણેક લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જો કે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ બી-ડિવિઝન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ફરાર ઓરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments