મોરબીમાં માયાભાઇ અને કિર્તીદાનના ડાયરામાં 25 લાખ ઉડ્યા, શહીદોના પરિવારને અપાશે

0
28

મોરબી: પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવાના હેતુથી પાટીદાર નવરાત્રી ગ્રુપ અને મોરબી જિલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે માયાભાઇ આહિર અને કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને કલાકારોએ ભજનોની રમઝટ બોલાવતા લોકો તેના પર વરસી પડ્યા હતા અને 25 લાખ જેવી ઘોરરૂપી રૂપિયા એકત્રિત થયા હતા. આ રકમ અને અગાઉ અકત્રિત કરાયેલી રકમ મળી 51 લાખની રોકડ જે તે રાજ્યના નક્કી કરવામાં આવે તે સ્થળે જઇને શહીદોના પરિવારે હાથોહાથ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here