મોરબીમાં સગા મામા-ફઇના ભાઇ-બહેન વચ્ચે પ્રેમસંબંધ, સમાજના ડરથી દવા પી જિંદગી ટૂંકાવી

0
269

મોરબી: મોરબીના હરિપર કેરાળા ગામે સગા મામા-ફઇના ભાઇ-બહેન અશ્વિન જયરામભાઇ વડેચા (ઉ.22) અને સુનિતા રણછોડ ઠાકોર (ઉ.20) વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.

યુવાન મૂળ કચ્છનો રહેવાસી, મજૂરી કરવા કેરાળા આવ્યો હતો

યુવાન અશ્વિન મૂળ કચ્છનો રહેવાસી હતો અને અને મજૂરી કામ માટે મોરબીના કેરાળા ગામે આવ્યો હતો. બંને મામા-ફઇના ભાઇ-બહેન થતા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ પરિવાર એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજતા તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here