Wednesday, September 22, 2021
Homeમોરબી માં હોળી ના દિવસે અકસ્માત સર્જાતા 2 યુવકના મોત,
Array

મોરબી માં હોળી ના દિવસે અકસ્માત સર્જાતા 2 યુવકના મોત,

મોરબી:હોળીના પર્વની રાત્રીના સમયે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 આશાસ્પદ યુવકોનાંમ મોત નિપજ્યા હતાં. ઘટનાની વિગત અનુસાર રોડનું કામ ચાલતુ હતું ત્યાં ધૂળની ઢગલીમાં બાઈક ઘુસી જતાં 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું.

પોલીસના જણાવ્યાં અનુસાર હર્ષ મહેશ પરમારે તેનું બાઈક (GJ 36H 5417) પુરપાટ ઝડપે ચલાવી નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે રોડનું કામ ચાલુ હોય જ્યાં કરેલી માટીના ઢગલામાં બાઈક ઘુસાડી દેતા બાઈક ચાલક હર્ષ પરમાર (ઉ.વ.૨૦) અને મિત મેરજા (ઉ.વ.૨૦) વાળાને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડાયા હતાં. જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બંનેના મોત નીપજ્યા હતાં. યુવાનો હોળીની રાત્રીએ ફરવા નીકળ્યા હતા અને રાત્રીના અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને પરિવારોમાં ધુળેટીના પર્વે માતમનો માહોલ છવાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments