મોસાળમાં જમણ, મા પીરસનાર છતાં મોદી સરકારે ગુજરાતને અંદાજે 4 લાખ કરોડ ગ્રાન્ટ ઓછી ફાળવી

0
27

ગાંધીનગરઃ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતના પ્રથમ પ્રવાસ વખતે કહ્યું હતું કે હવે ગુજરાતના કેન્દ્રમાં અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવી જશે અને અન્યાય પણ થશે નહીં. પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતને ગ્રાન્ટની બાબતે અન્યાય થતો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. લોકસભાના બુલેટિન ઓગસ્ટ-2018માં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે ગુજરાતને અંદાજે 4 લાખ કરોડ ગ્રાન્ટ ઓછી આપી છે. આતો એવું થયું કે ‘મોસાળમાં જમણ, મા પીરસનાર છતાં દિકરો ગુજરાત ભુખ્યો ’.મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનમોહનસિંઘ સરકાર સામે ટેક્સની સામે ગ્રાન્ટ મુદ્દે દર વખતે વધુ ગ્રાન્ટ મેળવવા મોરચો માંડતા ને હવે વડાપ્રધાન થયા પણ ગુજરાતને તો અન્યાય ઠેરનો ઠેર જ.

14માં નાણાપંચે ગુજરાતની ગ્રાન્ટ 29 લાખ કરોડથી ઘટાડી અંદાજે 25 લાખ કરોડ કરી નાંખી

NDA સરકારમાં બનેલા 14માં નાણાપંચે ગુજરાત તરફથી મળેલા અંદાજે  ટેક્સ  78,40,291 કરોડની સામે વર્ષ 2015-16થી વર્ષ 2018-19 સુધી મળવા પાત્ર ગ્રાન્ટ 29, 13,441 કરોડની જગ્યાએ ઘટીને 25,75,291 કરોડ રૂપિયા ફાળવાય છે. સરેરાશ 11.61 ટકા ઓછી ગ્રાન્ટ ફાળવાય છે.

12 અને 13માં નાણાપંચે ગુજરાતને 3 ટકાથી લઈ 12 ટકા સુધી વધુ ગ્રાન્ટ ફાળવી હતી

UPA 1અને 2 સરકારમાં મનમોહનસિંઘના નાણાપંચે વર્ષ 2005-06થી લઈ 2009-10 સુધીના 13માં નાણાપંચે ગ્રાન્ટની ફાળવણીમાં 12 ટકા વધારે મળી હતી. આ સાથે વર્ષ 2010-11માં 7.72 ટકા, વર્ષ 2011-12માં 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51 ટકા વધારે ગ્રાન્ટ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here