મ્યાંમારમાં વિમાનનું આગળનું ટાયર ન ખુલતા પાયલટે વિમાન ઘસડીને સેફ લેન્ડ કર્યુ, મુસાફરો સુરક્ષિત

0
77

યંગૂનઃ મ્યાનમારની સરકારી એરલાઈનના એક વિમાનમાં રવિવારે પાયલટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, યંગૂનથી ઉડાન ભર્યા બાદ આ વિમાન મંડાલય એરપોર્ટ પહોંચ્યું ત્યારે પાયલટને ખબર પડી કે એમ્બ્રેયર વિમાનનું લેન્ડિગ ગેર કામ નથી કરી રહ્યું. આ જ કારણે વિમાનના આગલનું પૈંડુ ખુલ્યુ ન હતું. ત્યારબાદ પાયલટે ઈમરજન્સી પ્રોટોકોલ હેઠળ લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન વિમાનનો આગળનો ભાગ થોડેક દુર સુધી ઘસડાયો હતો.

એરલાઈન પ્રમાણે, વિમાન(યૂબી 103)ને યંગૂનથી ઉડાન ભરી હતી. પાયલટ કેપ્ટન મિયત મોઈ અંગુએ ઈમરજન્સી લેન્ડિંગના નિયમ હેઠળ નિર્ણય કર્યો અને એન્જિન બંધ કરીને તેને સુરક્ષિત લેન્ડ કર્યુ હતું. જો કે આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયના સચિવ વિન ખાંટે પાયલટની પ્રશંસા કરી હતી. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સરકારે આ વિમાનની ટેકનિકલ ખામી અંગે તપાસના આદેશ આપ્યા છે.

ટાયર ન ખુલતા વિમાનમાં તણખલા સાથે ધુમાડો પણ જોવા મળ્યો

ઘટનાની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં વિમાન પહેલા પાછળના ટાયર પર લેન્ડ થતું જોવા મળી રહ્યું હતું.ત્યારબાદ થોડે દૂર સુધી આગળનું ટાયર ન ખુલતા વિમાનમાં તણખલા સાથે ધુમાડો પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ વિમાનના ક્રુ મેમ્બર્સે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એરલાઈને આ વિમાન સવાર યાત્રિઓની સંખ્યા જણાવી ન હતી. જો કે, એમ્બેયરની વેબસાઈટ પ્રમાણેસ આ વિમાનમાં 96થી 114 લોકોની ક્ષમતા છે.

બાંગ્લાદેશનું વિમાન પણ રનવે પર લપસ્યું હતું

મ્યાનમારમાં એક સપ્તાહમાં આ બીજી વિમાન દુર્ઘટના ટળી છે. બુધવારે બાંગ્લાદેશ એરલાઈનનું વિમાન યંગૂન એરપોર્ટ પર રનવે લપસી ગયું હતું. તે સમયે વિમાનમાં સવાર 17 યાત્રિઓ ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here