Sunday, October 17, 2021
Homeમ્યુનિસિપલ સ્કૂલોનું 2019-20 માટેનું રૂ.668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ Divyabhaskar.c
Array

મ્યુનિસિપલ સ્કૂલોનું 2019-20 માટેનું રૂ.668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ Divyabhaskar.c

અમદાવાદઃ મ્યુનિ. સંચાલિત સ્કૂલોનું વર્ષ 2019-20 માટેનું 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્કૂલ બોર્ડ કમિટીની બેઠકમાં રજૂ થયું છે. ગત વર્ષે આ બજેટ 666 કરોડ હતું. ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યા 3 હજાર ઘટી છે પણ બજેટમાં 2 કરોડનો વધારો થયો છે. શહેરની મ્યુનિ. સ્કૂલોના 1,21,888 વિદ્યાર્થી છે. આમ બજેટની કુલ રકમ વહેંચીએ તો પ્રત્યેક વિદ્યાર્થી પાછળ રૂ.54,800નો ફાળવણી થઈ કહેવાય. 668 કરોડના બજેટમાંથી વિદ્યાર્થી પાછળ માત્ર 23.55 કરોડ એટલે કે બજેટના માત્ર 3.53 ટકા જ ખર્ચાશે. જ્યારે એસ્ટાબ્લિશમેન્ટ અને પગાર પાછળ બજેટના કુલ 91.89 ટકા ખર્ચાશે. મ્યુનિ. સ્કૂલોના વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લઈ જવા બજેટમાં 50 લાખની દરખાસ્ત કરવામાં આવી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસ માટે 50 લાખ, હેરિટેજ જાગૃતિ માટે 20 લાખની દરખાસ્ત

બજેટ વધ્યું સુવિધા નહીં

ચાલું વર્ષે 96 સ્કૂલો અને 10 હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. જેની સામે બજેટમાં વધારો થયો છે. આમ માત્ર બજેટ વધ્યું છે. પણ સુવિધામાં કોઇ ફેર પડતો નથી. સ્કૂલોમાં આરઓ મશીન નથી, બેન્ચની પણ કોઇ વ્યવસ્થા નથી.  ઇલીયાસ કુરેશી,  મ્યુનિ. સ્કૂલ બોર્ડ ‌‌‌‌વિપક્ષી નેતા

ત્રણ વર્ષના બજેટનું સરવૈયું
વર્ષ વિદ્યાર્થી શાળા બજેટ
2016-17 131453 455 660 કરોડ
2017-18 124484 371 666 કરોડ
સપ્ટેમ્બર 2018 121888 381 668 કરોડ

 

2 કરોડના ખર્ચે ગૂગલ- સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવા યોજના

સ્કૂલમાં નવી અદ્યતન શિક્ષણ પૂરું પાડવા ગૂગલ ક્લાસરૂમ શરૂ કરાશે. જેમાં બાળકોને ક્રોમ બુક અને ઇ-લર્નિંગ પદ્ધતિનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે. તેમજ 50 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવશે. તેમજ તમામ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી ઉપકરણોને અપડેટ કરવામાં આવશે.

5 અંગ્રેજી માધ્યમ સહિત 12 નવી સ્કૂલ શરૂ કરાશે
  • નારણપુરા પબ્લિક સ્કૂલ, અંગ્રેજી માધ્યમ
  • અસારવા પબ્લિક સ્કૂલ, અંગ્રેજી માધ્યમ
  • હિના વોરા પબ્લિક  સ્કૂલ, અંગ્રેજી માધ્યમ
  • ઓઢવ પબ્લિક સ્કૂલ, અંગ્રેજી માધ્યમ
  • હાથીજણ પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ
  • દાણીલીમડા ઉર્દૂ શાળા
  • વટવા હિન્દી શાળા
  • નવા વાડજ ગુજરાતી શાળા
  • સાબરમતી ગુજરાતી શાળા
  • માધવબાગ ગુજરાતી શાળા
  • જીઆઇડીસી ઓઢવ ગુજરાતી શાળા
  • લાંભા રંગોલીનગર ગુજરાતી શાળા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments