યતીન ઓઝાનો સિનિયર એડવોકેટનો દરજ્જો પરત લેવાયો, જાણો પાછળનું કારણ

0
7
અગાઉ ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતિન ઓઝાએ રાજીનામું આપી દીધું હતું.
અગાઉ ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતિન ઓઝાએ રાજીનામું આપી દીધું હતું.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા (Yatin Oza) દ્વારા હાઇકોર્ટની વહીવટી પાંખ ઉપર ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા તેને લઈને હાઈકોર્ટે નોટિસ પાઠવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટના સીનિયર એડવોકેટ યતીન ઓઝાને સીનિયર એડવોકેટ પદેથી દૂર કરવાનો નિર્ણય ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત પાંચમી જુલાઇએ યતીન ઓઝાએ પત્રકાર પરિષદ અને ફેસબુક લાઇવ યોજી હાઇકોર્ટના વહીવટી વિભાગ પર કેટલાંક ગંભીર આક્ષેપો કર્યા હતા.

હાઇકોર્ટે એક નોટિફિકેશન જારી કર્યુ હતુ કે, 25-10-1999ના રોજ ફૂલકોર્ટ દ્વારા યતીન ઓઝાને સીનિયર એડવોકેટનો દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 18-7-2020ના રોજ ફૂલકોર્ટ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે તે યતીન ઓઝાને આપવામાં આવેલો સીનિયર એડવોકેટનો દરજજો પરત લેવામાં આવે છે.

ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

અગાઉ ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતિન ઓઝાએ રાજીનામું આપી દીધું હતું. સિનિયર એડવોકેટ અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ યતિન ઓઝા સામે હાઇકોર્ટે શરૂ કરેલી સુઓમોટો કન્ટેમ્પ્ટની (કોર્ટ તિરસ્કાર) કાર્યવાહી સામે યતિન ઓઝાએ સુપ્રીમમાં કરેલી અરજી પરત ખેંચવામાં આવી હતી. કોર્ટે સૂચન કર્યું હતું કે, આ મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જ રજૂઆત કરવામાં આવે. ત્યારે હવે હાઈકોર્ટે કોર્ટના તિરસ્કારની પ્રવૃત્તિ બદલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ યતીન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પરત લઇ લીધો છે.

યતીન ઓઝાનો આક્ષેપ શું હતો?

યતીન ઓઝાએ 5 જૂનનાં રોજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આક્ષેપો કરતા લખ્યું હતું કે, હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. લોકડાઉન દરમિયાન, પૈસાદાર લોકોની અરજીઓ ઝડપથી દાખલ થાય છે અને સુનાવણી પર પણ આવે છે. અહીં વંશવાદ અને ફેવરેટિઝમ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, 100થી વધારે વકીલોએ GHAAના જનરલ સેક્રેટરી હાર્દિક ભ્રમ્ભટ્ટ સામે રજૂઆત કરી છે કે, તેમણે 15 દિવસ પહેલા તેમના કેસો મોકલ્યા છે પરંતુ હજી સુધી તેનું સુનાવણીનો ઓર્ડર આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જરુરિયાત મંદ, ગરીબ અને નાના માણસોની અરજીઓ દિવસો સુધી દાખલ થતી નથી અને સુનાવણી માટે લિસ્ટ થવામાં લાંબો સમય લે છે. ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનની માગ રહી છે કે, હાઈકોર્ટની કામગીરી પરંપરાગત રીતે ફરીથી ચાલુ કરવામાં આવે. લોકડાઉનના લીધે, જે વકીલો સુવિધા સંપન્ન નથી, તેમની હાલત કફોડીબની છે.આ મુદ્દે, ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને એક સર્વે પણ કરાવ્યો હતો. આ જ મુદ્દા પર જીએચએએ સામે હાઈકોર્ટમાં અરજી પણ થયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here