Sunday, September 19, 2021
Homeયમુના એક્સપ્રેસ-વે પર ટ્રક અને બસના એક્સિડન્ટમાં 8ના મોત, 30 ઘાયલ
Array

યમુના એક્સપ્રેસ-વે પર ટ્રક અને બસના એક્સિડન્ટમાં 8ના મોત, 30 ઘાયલ

નવી દિલ્હી: ગ્રેટર નોઈડા પાસે યમુના એક્સપ્રેસ-વે પર શુક્રવારે વહેલી સવારે એક ડબલ ડેકર બસ અને ટ્રકનો એક્સિડન્ટ થઈ ગયો છે. આ એક્સિડન્ટમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અંદાજે 30 લોકો ઘાયલ છે. ઘટના વહેલી સવારે 5 વાગે થઈ હતી. આ દરમિયાન બસ આગરાથી નોઈડા આવી રહી હતી. રાબુપુરા પાસે ડ્રાઈવરે બસ પર નિયંત્રણ ગુમાવી દેતા એક ટ્રકને પાછળથી અથડાઈ ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘાયલ લોકોમાં 12ની સ્થિતિ વધારે ગંભીર માનવામાં આવે છે. એક્સિડન્ટમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતીગ્રસ્ત થઈ ગયો છે. ગામના લોકો અને પોલીસે ભેગા થઈને બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢ્યા હતા. ગયા મહિને પણ યમુના એક્સપ્રેસ-વે પર એમ્બ્યુલન્સ અને કારની ટક્કરમાં સાત લોકોના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments