યાત્રાધામ રણુજાના પ્રવાસેથી પરત આવતી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ મળ્યો, 4ની ધરપકડ

0
79

વડોદરા: યાત્રાધામ રણુજા ખાતે પ્રવાસમાંથી પરત ફરી રહેલી લક્ઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરીનો ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. વરણામા પોલીસે દારૂની બે પેટી સાથે વડોદરાની પાટલી પુત્ર હર્ષ ટ્રાવેલ્સના ડ્રાઇવર સહિત 4 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.

વડોદરા શહેરના ડભોઇ રોડ પર સોમા તળાવ પાસે પાટલી પુત્ર હર્ષ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. આ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ગત તા.4 ફેબ્રુઆરીના રોજ વડોદરાના અણખી ગામના યાત્રાળુઓને રણુજા (રામદેવડા) રાજસ્થાન લઇને ગઇ હતી. ગુરૂવારે વહેલી સવારે આ બસ પરત ફરી રહી હતી. બસમાં વિદેશી દારૂ લવાતો હોવાની માહિતી વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. જયદીપસિંહ સરવૈયાને મળી હતી. જેને આધારે અણખી ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે યાત્રાળુઓની બસને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બે પેટી મળી આવી હતી.

વરણામા પોલીસે વિદેશી દારૂનો જથ્થો લઇને વડોદરા આવી રહેલા ડ્રાઇવર ધર્મેશ કાંતિભાઇ વસાવા (રહે. જલારામ સોસો., વાઘોડિયા રોડ), દિનેશ નાનુરામ (રહે. 146, જ્ઞાનનગર સોસાયટી, દંતેશ્વર, વડોદરા), કનુ પાટણવાડીયા (રહે. પોર ગામ) અને અલ્પેશ મહેશ પટેલ (રહે. તારાપુર)ની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here