Thursday, October 21, 2021
Homeયાસિન મલિકની ધરપકડ થતાં ખૂબસુરત પત્નીએ કર્યું આ TWEET, આપી શુભકામનાઓ
Array

યાસિન મલિકની ધરપકડ થતાં ખૂબસુરત પત્નીએ કર્યું આ TWEET, આપી શુભકામનાઓ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલે આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભાગલાવાદીઓ પર તવાઈ શરૂ કરી છે. મોડી રાત્રે સુરક્ષાદળોએ ભાગલાવાદી નેતા યાસીન મલિકની શ્રીનગરમાં આવેલા તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ યાસીન મલિકને કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈને ગઈ હતી.

એ યોગાનુયોગે મલિકની 10મી લગ્નતિથિ હતી. સવારે યાસિનની બેહદ ખૂબસૂરત પત્ની મિશાલ મલિકે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેણે લગ્ન સમયનો ફોટોગ્રાફ પોસ્ટ કરીને યાસિનને શુભકામનાઓ આપતાં લખ્યું હતું કે, ‘જન્નતના દરવાજા સુધી આપણો સંબંધ અતૂટ રહેશે. ઈન્શાલ્લાહ! 10મી લગ્નતિથિની શુભકામનાઓ, યાસિન’.

કાશ્મીરમાં વસતાં અને કાશ્મીરમાં આતંકવાદના હિમાયતી નિયાઝ મલિકના ઘરે જ ઉતરતો. નિયાઝ મલિકની દીકરી મિશાલ યાસિનના ભાષણોમાં છલકાતી આક્રમકતાથી અંજાઈને તેના પ્રેમમાં પડી હતી. યાસિન 16 વર્ષ મોટો હતો, ખાસ ભણેલો ન હતો અને અલગતાવાદી તરીકે તેની જિંદગી સતત દાવ પર રહેવાની હતી. જ્યારે મિશાલ લંડનની વિખ્યાત સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી છે.

24 અલગાવવાદી નેતાઓની ધરપકડ કરવામાં આવી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં કલમ 35 – એની સુનાવણી પહેલાં યાસીન મલિક સહિત 24 અલગાવવાદી નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મલિક જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રંટનો પ્રમુખ છે અને યાસીન મલિક પર કાશ્મીરી યુવકોને ભડકાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એનઆઈએની રડારમાં આવેલો યાસીન મલિક હવાલા ફન્ડિંગમાં પણ સંડોવાયોલો છે. જેથી તેની આગામી દિવસોમાં મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. થોડા દિવસ પહેલા સરકારે 22 જેટલા ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત લીધી હતી. જેમાં યાસીન મલિકનો પણ સમાવેશ થાય છે. પુલવામા હુમલા બાદ ઘાટીમાં પોલીસ અને અર્ઘસૈનિક દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments