ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં રૂદ્રપુર નજીક ફતેહપુર ગામમાં જૂની અદાવતના કારણે 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય પણ સામેલ છે. ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફતેહપુરમાં રહેતા સત્યપ્રકાશ દુબેનો અભયપુરના રહેવાસી પ્રેમચંદ યાદવ સાથે લાંબા સમયથી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદિત જમીનને જોવા માટે સવારે લગભગ 7:00 વાગ્યે પ્રેમચંદ યાદવ ખેતર નજીક પહોંચ્યા હતા. સત્યપ્રકાશ દુબેને આ અંગેની માહિતી મળતા જ તે ત્યાં પહોંચી ગયો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે વિવાદ થવા લાગ્યો અને વિવાદ એટલો વધી ગયો કે સત્યપ્રકાશે પ્રેમચંદને ઈંટ વડે માર માર્યો જેથી તેનું મૃત્યુ થયું હતું.
પ્રેમચંદ યાદવના પરિવારજનોને હત્યાના સમાચાર મળતા(Murder of 6 people in Deoria Due To Land Dispute)ની સાથે જ તેઓ સત્યપ્રકાશ દુબેના ઘરે પહોંચ્યા અને દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. જે બાદ સત્યપ્રકાશ દુબે, તેમની કિરણ પત્ની, પુત્રી સલોની અને નંદિની, પુત્ર ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.