સિટી ફોરેસ્ટમાં 4 વર્ષની બાળકીની હત્યા કર્યા બાદ તેની લાશ સાથે દુષકર્મ કરવા મામલે દોષી સોનૂ ગુપ્તાને ફાંસીની સજા સંભળાવામાં આવી છે. આ સાથે જ 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે સોનૂને ગઈ કાલે જ દોષી ઠેરવ્યો હતો. તેણે કોર્ટમાં કબૂલ કર્યું હતું કે, આ દરિંદગી તેણે જ કરી હતી. સિટી ફોરેસ્ટ નજીક જ પોતાના ઘરની બહાર ચબૂતરા પર રમી રહેલી બાળકીને તે ઉઠાવીને લઈ ગયો હતો. મામલો સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઘટના 15 ડિસેમ્બર 2022ની છે.
વિશેષ સરકારી વકીલ સંજીવ બખરવાએ જણાવ્યું કે, આ કેસ પીડિતાના પિતાએ લખ્યો હતો. 15 ડિસેમ્બરના રોજ બાળકીને તેની દાદી લગભગ બપોરે 1:00 વાગ્યે સ્કૂલથી લઈને આવી હતી. પરિવારના લોકો ઘરની અંદર જમી રહ્યા હતા.બાળકી બહાર રમી હતી. ત્યારે સોનૂ ગુપ્તા ઘરની બહારથી બાળકીનું અપહરણ કરી લીધુ હતુ અને સિટી ફોરેસ્ટ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેની લાશ સાથે પણ રેપ કર્યું હતું. હત્યા પછી બાળકીની લાશને છુપાવી દીધી હતી.
આ મામલે કુલ 16 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે આરોપી સોનુ ગુપ્તાની પોલીસે ઘણી મહેનત બાદ ધરપકડ કરી હતી. આ કેસની અંતિમ સુનાવણી પોક્સો કોર્ટ અદાલતમાં થઈ હતી. સોનુ ગુપ્તાને સજા અપાવવામાં પોલીસે આપેલા પુરાવા મહત્વના રહ્યા હતા. કોર્ટમાં સોનૂ ગુપ્તાની સજા પર સુનાવણી દરમિયાન મૃતક માસૂમ બાળકીનો આખો પરિવાર હાજર હતો. પીડિતાના માતા-પિતા અને દાદી કોર્ટને સોનૂ ગુપ્તા માટે ફાંસીની ગુહાર લગાવી રહ્યા હતા.