Tuesday, September 28, 2021
Homeયુરોપિયન યૂનિયને ગૂગલ પર 1600 કરોડનો દંડ ફટકાર્યો
Array

યુરોપિયન યૂનિયને ગૂગલ પર 1600 કરોડનો દંડ ફટકાર્યો

લંડનઃ યુરોપિયન યુનિયનને પ્રતિસ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરવા માટે અમેરિકાની કંપની ગૂગલ પર 149 કરોડ યુરો(લગભગ 11,600 કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો છે. ગૂગલ પર આરોપ છે કે ઓનલાઈન સર્ચ જાહેરતમાં તે પ્રતિસ્પર્ધી કંપનીઓની જાહેરાતને બ્લોક કરે છે.

યુરોપિયન યુનિયને તેના નિર્ણયમાં કહ્યું કે ગુગલે 2006થી 2016 સુધી ઓનલાઈન માર્કેટમાં પોતાના દબદબાનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તેણે થર્ડ પાર્ટી પ્રતિસ્પર્ધી કંપનીઓને ઓનલાઈન સર્ચમાં જાહેરાત ડિસપ્લે કરવાથી રોકી છે.

યુરોપિયને યુનિયને કહ્યું કે ઘણી વેબસાઈટોમાં ગુગલ સર્ચનું ફંકશન હોય છે. કોઈ યુઝર જયારે તેનો ઉપયોગ કરે છે તો સર્ચ રિઝલ્ટની સાથે સર્ચ જાહેરાત પણ ડિસપ્લે થાય છે. ગૂગલ આ સર્ચ જાહેરાતોમાં પ્રતિસ્પર્ધી કંપનીઓની જાહેરાતને બ્લોક કરે છે. ગૂગલે 2006માં એડસેન્સ કોન્ટ્રાકટમાં એક્સક્લુસિવિટી ક્લોઝ જોડયો હતો. આ અંતર્ગત સર્ચ પેજ પર માઈક્રોસોફટ અને યાહુ જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓની જાહેરાતો પર રોક લગાવી દીધી હતી. માઈક્રોસોફટે 2009માં તેની ફરીયાદ કરી હતી.

બે વર્ષમાં યુરોપિયન યુનિયને ગૂગલ પર ત્રીજી વખત દંડ લગાવ્યો છે. અગાઉ 2017માં 19 હજાર કરોડ રૂપિયા અને 2018માં 34 હજાર કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. એટલે કે બે વર્ષમાં યુરોપિયન યૂનિયન ગૂગલ પર કુલ લગભગ 65 હજાર કરોડ રૂપિયાનો દંડ લાગી ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments