યુવતીએ એકતરફી પ્રેમ કરનારા યુવક સામે સોલામાં નોંધાવી ફરિયાદ

0
50

અમદાવાદઃ પ્રેમ કરવાની કોઇ સીમા નથી હોતી. અને આવો જ એક કિસ્સો બન્યો છે અમદાવાદના સોલા વિસ્તારમાં. જ્યાં પહેલા પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીએ ડિવોર્સ આપીને અન્ય યુવક સાથે સગાઇ કરી લીધી. અને આ વાતની જાણ થતાં પૂર્વ પ્રેમીએ રસ્તામાં જ પૂર્વ પત્નીને સંબંધ રાખવ દબાણ કર્યું અને સંબંધ નહિ રાખે તો તે આપઘાત કરી લેશે તેવી ચિમકી ઉચ્ચારી. આખરે કંટાળીને યુવતીએ સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી રસોઇ કરવાનું કામ કરે છે. નવેક વર્ષ પહેલા આ યુવતી રાકેશ નામના યુવકના પ્રેમમાં પડી હતી. બાદમાં 16મી ઓગષ્ટ, 2016માં પરિવારની જાણ બહાર રાકેશ સાથે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હતા. પણ લગ્ન બાદ રાકેશ સારી રીતે ન રાખતા યુવતીએ નોટરી રૂબરૂ છુટાછેડા લઇ લીધા હતા. આ સમયમાં બંને પ્રેમી પંખીડાઓ અંગત પળોના ફોટો પણ પાડ્યા હતા. તા.2જી મે, 2019ના રોજ આ યુવતીની સગાઇ લાડોલ ખાતે થતાં યુવતીએ રાકેશને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

તેમ છતાં જ્યારે આ યુવતી રસોઇ કામ માટે જાય ત્યારે પૂર્વ પતિ રાકેશ તેનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા મજબૂર કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ સંબંધ રાખવાની ના પાડી દેતા રાકેશએ ફોન પર ધમકી આપી કે તે અંગત પળોના ફોટો યુવતીના નવા મંગેતરને બતાવી દેશે. અને તેમ છતાં પણ તેણી સંબંધ નહિ રાખે તો તે આપઘાત કરી લેશે. આ ઘટનાથી ગભરાઇ જઇ યુવતીએ પરિવારને જાણ ન કરી. પણ આખરે સોલા પોલીસને જાણ કરતા સોલા પોલીસે યુવતીના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here