Monday, September 20, 2021
Homeયુવરાજ સિંહની પત્ની હેઝલે નાકની સર્જરી કરાવી, ઈમોશનલ પોસ્ટ લખીને સાસુને થેન્ક...
Array

યુવરાજ સિંહની પત્ની હેઝલે નાકની સર્જરી કરાવી, ઈમોશનલ પોસ્ટ લખીને સાસુને થેન્ક યૂ કહ્યું

બોલિવૂડ ડેસ્ક: ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની એક્ટ્રેસ પત્ની હેઝલ કીચે હેલ્થ ઇસ્યૂના કારણે નાકની સર્જરી કરાવી છે. છેલ્લા ઘણા સમયથી હેઝલને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.આ સર્જરી દરમ્યાન હેઝલનાં સાસુ તેની સાથે ખડે ઊભાં રહ્યાં હતાં.એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર ઈમોશનલ પોસ્ટ મૂકીને તેની શબનમ સિંહનો આભાર માન્યો છે.

https://www.instagram.com/p/BvtuUn5gU7J/?utm_source=ig_embed

ઈન્સ્ટાગ્રામ પર ઘણા દિવસ બાદ હેઝલે પોસ્ટ કરી. તેણે લખ્યું હતું કે મેં એક મહિના પહેલાં નાકની સર્જરી કરાવી છે. હેલ્થ ઇસ્યૂને લીધે પહેલાં નાકથી શ્વાસ લેવામાં મને ખૂબ જ તકલીફ પડતી હતી. મારાં સાસુની હું આભારી છું કે જેઓ મને હોસ્પિટલ લઈ ગયાં. ત્યાં ગયાં પછી જ મને ખબર પડી કે મારા નાકની અંદર ઈજા પહોંચેલી છે અને તે માટે તાત્કાલિક સર્જરી કરાવવી જરૂરી હતી. હવે આ સર્જરી બાદ હું જિંદગીમાં પ્રથમ વખત સરળતાથી અને મુક્ત રીતે શ્વાસ લઇ શકું છું. આ ઓપરેશનને લીધે હું એક મહિના જેટલા સમય સુધી શારીરિક રીતે એક્ટિવ નહોતી, પરિણામે એક્સર્સાઇઝ ના નામ પર મીંડું મુકાઈ ગયું હતું. પરિણામ એ આવ્યું કે અત્યારે મારું વજન વધી ગયું છે. એટલે નછૂટકે મારે સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડતું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments