Tuesday, September 28, 2021
Homeયુ ગીવ મી સેક્સ, આય ગીવ યુ ડિગ્રી
Array

યુ ગીવ મી સેક્સ, આય ગીવ યુ ડિગ્રી

તામિલનાડુની મદુરાઇ યુનિવર્સિટીની એક મહિલા કૉલેજ સાથે સંકળાયેલી અધ્યાપિકા પોતાના સ્ટુડન્ટ્સને સેક્સના બદલામાં ડિગ્રી આપતી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.

પોલીસે આ આસિસ્ટન્ટ પ્રોફેસર નિર્મલા દેવીની ધરપકડ કરી હતી. છેલ્લા 11 મહિનાથી નિર્મલા જેલમાં હતી. સોમવારે મદ્રાસ હાઇકોર્ટે એને કન્ડીશનલ (શરતી) જામીન આપ્યા હતા.

નિર્મલા દેવી પર એવો આક્ષેપ છે કે એ પોતાની મહિલા સ્ટુડન્ટસને એવી લાલચ આપતી હતી કે ઊંચા ગુણાંકે પાસ થવુ્ં હોય તો યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સેક્સ માણવા તૈયાર રહો. ઓછી મહેનતે ડિગ્રી મેળવવા ઉત્સુક ઘણી વિદ્યાર્થિનીઓએ આવું કર્યું હતું. પરંતુ દરેક વિદ્યાર્થિની કંઇ આવું હિચકારું કૃત્ય કરવા તૈયાર થાય નહીં. એટલે એક વિદ્યાર્થિનીએ આ વાત ફો઼ડી નાખી.

ખાનગી કૉલેજ દેવંગા આર્ટસ્ કૉલેજની આ મહિલા પ્રોફેસરની ગયા વર્ષના એપ્રિલની 16મીએ ધરપકડ થઇ હતી. નીચલી અદાલતે એને જામીન આપવાની ના પાડી હતી પરંતુ હાઇકોર્ટે એને શરતી જામીન આપ્યા હતા. આ પ્રોફેસર સ્ટુડન્ટ્સ સાથે વાત કરી રહી હતી એવી એક ઓડિયો ક્લીપ વાઇરલ થતાં એક મહિલા સંસ્થાએ એને ખુલ્લી પાડી હતી. પોલીસે ધરપકડ કરી એ પહેલાં કૉલેજે નિર્મલાને સસ્પેન્ડ કરી નાખી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments