Tuesday, December 7, 2021
Home'યે જવાની હે દિવાની' ના ડિરેક્ટરને ડેટ કરી રહી છે TVની HOT...
Array

‘યે જવાની હે દિવાની’ ના ડિરેક્ટરને ડેટ કરી રહી છે TVની HOT એક્ટ્રેસ મૌની રૉય

બોલિવૂડના બ્યૂટિફૂલ એક્ટ્રેસ મોની રોયે થોડા સમય પહેલા જ બૉયફ્રેન્ડ મોહિત રૈનાની સાથે બ્રેકઅપ કરી દીધુ છે. ડેબ્યૂ ફિલ્મ ‘ગોલ્ડ’ના પ્રમોશન વખતે મૌનીએ  મોહિત સાથે રિલેશનશિપને અંગે કહ્યુ કે, ”હવે અમે સાથે નથી. હું લાંબા સમયથી સિંગલ છું.”  આ ચર્ચાથી બંનેના ફેન્સને ઝટકો લાગ્યો હતો પણ હવે મૌનીને નવો સાથી મળી ગયો છે અને તે કોઇ બીજુ નહીં પરંતુ ‘વેક અપ સિડ’ અને ‘યે જવાની હૈ દિવાની’ નો ડિરેક્ટર અયાન મુખર્જી.

જી હા, છેલ્લા થોડા દિવસોથી મૌની રોય સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પ્રેમનો સ્વીકાર કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. મૌનીની પોસ્ટ પરથી લાગે છે કે, તેના જીવમાં ફરી પ્રેમ આવ્યો છે. મૌની રોય અને અયાન મુખર્જીના રિલેશનશિપની ખબર ધીરે-ધીરે ફેલાઈ રહી છે. અયાન સાથેના ફોટોઝ શૅર કરતી વખતે મૌની કેપ્શનમાં ‘Boy-Friend’ શબ્દનો ઉપયોગ કરે છે.

https://www.instagram.com/p/Btid3aTFKIr/?utm_source=ig_embed

તાજેતરમાં જ મૌનીએ અયાન સાથે એક ફોટો શૅર કરી છે જેમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ ફોટોના કેપ્શનમાં મૌનીએ લખ્યુ કે, “Too soon to be missing you ??Because I like to talk to him; he who knows a lot about a lot ! Precious ”

જણાવી દઈએ કે, મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહી છે, બની શકે આ બંને વચ્ચે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમ થયો હોય. આ ફિલ્મમાં મૌની રોય સિવાય આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ છે.

https://www.instagram.com/p/BgdwnbEATBc/?utm_source=ig_embed

આ પહેલા પણ મૌનીએ પોતે સિંગલ હોવાની વાત જણાવતા કહ્યુ કે, “મારી આસપાસ મારા લાયક કોઈ પુરુષ નથી. મને લગ્નપ્રથા પર વિશ્વાસ છે. મારા ઘર અને મારી આસપાસ ઘણા લોકો લગ્નથી ખુશ છે. પરંતુ હું એક વાત ચોક્કસથી કહીશ કે લગ્ન માટે યોગ્ય જીવનસાથી પસંદ કરવો જોઇએ નહીં તો જીવનની ચમક ઝાંખી પડી જાય.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments