યોગગુરુ બાબા રામદેવે કહ્યું, રામ હિન્દુઓ જ નહીં મુસ્લિમના પણ પૂર્વજ; મંદિર અયોધ્યામાં બનવું જોઈએ

0
32

નડિયાદ: સંતરામ મંદિર ખાતે આજથી ત્રણ દિવસ માટે બાબા રામદેવની યોગશિબિર શરૂ થઈ છે. યોગ શિબિર બાદ મીડિયાને તેમણે જણાવ્યું હતું કે, રામ માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસલમાનોના પણ પૂર્વજ હતા. રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ.

લોકસભા ચૂંટણી પહેલા રામમંદિર

રામમંદિર મુદ્દે હવે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકારણ શરૂ થયા છે. રામદેવે જણાવ્યું હતું કે રામમંદિર અયોધ્યામાં જ બનવું જોઈએ. રામમંદિરને લઈને લોકો અનેક પૂર્વધારણાઓ બાંધી રહ્યા છે. હું કહું છું કે રામમંદિર અયોધ્યામાં જ બનશે. અયોધ્યા ભારતમાં જ છે કોઈ મક્કા મદીના કે વેટિકન સિટીમાં તો નથી બનવાનું.

યોગશિબિરમાં કાયમ ચૂર્ણ સહિતના ચૂર્ણને હાનિકારક ગણાવ્યા

રામદેવે કહ્યું કે, જેમને પેટ સાફ નથી થતું તેઓ ત્રિફ્લા ચૂર્ણ લઈ લો. તે બહુ સરળ છે, એનુ નુકસાન કંઈ નથી. જે પણ ચૂર્ણમાં સૂર્યમુખી હોય છે, જેટલા પણ ચૂર્ણ હોય છે કાયમ ચૂર્ણ સહિતના બધામાં સૂર્યમુખી હોય છે.  તે આંતરડા માટે સારું નથી.

અમે શુધ્ધિ ચૂર્ણ બનાવ્યું છે, માત્ર 2 ગ્રામ લઈ લેજો. વધારે નહીં મુઢીભરીને નહીં. નહીં તો સવારે ઊઠીને હુંફાળા પાણીમાં 25 ML પાણીમાં નાંખીને પી જાવ. ડાઈજેશન બહુ મોટી વસ્તુ છે, ઈનડાઈજેશન બહુ લોકોને છે તો શું કરવું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here