યોગીએ કહ્યું- મસૂદ કૂતરાની મોતે મરશે, મિશેલને કોંગ્રેસના શકુની મામા ગણાવ્યા

0
15

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરની જનસભામાં આતંકી મસૂદ અઝહર અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના આરોપી ક્રિશ્વિયન મિશેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આતંકી મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર થઈ ગયો છે.  ટૂંક જ સમયમાં ઓસામા બિન લાદેનની જેમ અઝહર પણ કૂતરાના મોતે મરશે. યોગીએ કહ્યું કે, તમે લોકો મહાભારતના શકુની મામાને તો ઓળખો જ છો. કોંગ્રેસ પાસે પણ આવા જ શકુની મામા છે, જેમનું નામ ક્રિશ્વિયન મિશેલ છે. મિશેલ ઈટલીનો રહેવાસી છે,તેથી લોકો તેને કોંગ્રેસના મામા કહે છે. કોંગ્રેસના કાકા ક્વાત્રોચી પહેલાથી જ સ્વર્ગ સિધાવી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here